________________
અઠ્ઠાવીશ.] પરાશાને ત્યાગ–અગમ પીઆલાનું પાન. ૨૫ ત્યાં જઈ આ પદ પ્રથમ બનાવ્યું. ઉપાશ્રય તે શેઠને લેવાથી તેને ત્યાગ કરી દીધી આવી દંતકથા છે.
રશૂળ જગતની ઘટના આશાપર બંધાયેલી છે. દરિક સ્થિતિને માણસ ધન મેળવવાની આશા રાખે છે, કુવારે સ્ત્રી મેળવવાની આશા રાખે છે, વિરહી સ્ત્રી પતિને મળવાની આશા રાખે છે, મરણ કાંઠે સુતેલે પ્રાણ સાજો થઈ જવાની આશા રાખે છે. આવી રીતે અનેક પ્રકારના આશાસૂત્રથી બંધાયેલ આ જીવ અધમ સ્થિતિમાં હોય છે તે પણ સંસાર તરફ ખેંચાતું જાય છે, તેને વળગતે જાય છે, તેને ચાટતે જાય છે. એક આશાને તાબે રહીને એટલાં (અ)કાય કરે છે કે તેની ગણુતરી કરી શકાય નહિ. આ આખા પદપરથી જણાશે કે નવીન શૂળ વસ્તુઓ મેળવવાની તૃષ્ણ અને તે પ્રાપ્ત થશે એવી આશાને લીધે સંસારદાવાનળથી અતિ વસ થયેલા પ્રાણી પણ સંસારમાં રાજીખુશીથી સબક્યા કરે છે.
આશાનું સ્વરૂપ બતાવતાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ શરીર તથા ધનની આશા ફેલાતી રહે છે તેમ તેમ મહથિ વધારે દઢ થતી જાય છે. જે આશાને રોકવામાં ન આવે તે તૃષ્ણની સાથે તે પણ આખા વિશ્વમાં વધારે વધારે પ્રસાર પામતી જાય છે અને તેના પાયા દઢ થયા પછી તેને કાપવી મુશ્કેલ થઈ પડે છે. આશા જે શાંતિને પામી જાય તે મનવાંછિત સર્વ આત્મીય કાયી સિદ્ધ થાય છે અને જે તેમ ન થાય તે આ ભવસમુદ્ર હુસ્તર થઈ જાય છે. યમ, નિયમ વિગેરે પ્રશમ સામ્રાજ્યને તથા સધરૂપ સૂર્યને રેકનાર આશા જ છે. જેઓ વૃદ્ધિ પામતી આશાને ચકી શકતા નથી તેઓ ક્ષિપ્રાપ્તિ માટે નકામો શ્રમ કરે છે. આશા ઇન્દ્રિયને ઉન્મત્ત કરનાર છે, આશા વિષની વેલડી છે અને આશાને લઈને જ પ્રાણીને સર્વ દુઃખ પ્રાપ્ત થાય છે. જે ભાગ્યવાનું પ્રાણુઓ આશારાક્ષસીને હણ નાખે છે તેઓ આ મહા સુખથી ભરપૂર સંસારસમુદ્ર તરી જાય છે. જેઓને આશા હોય છે તેઓને મનની શુદ્ધિ પણ રહેતી નથી તેથી સર્વ આશાને ત્યાગ કરીને જે નિરાશીભાવનું અવલંબન કરે છે તેઓનું મન પૈગલિક પદાર્થોનો સંગ કરતું નથી અને તેથી તેનાપર જે વિજય મેળવે છે તેને સત્ય જ્ઞાન, ચારિત્રપાલન,વિવેક,