________________
સત્તાવીશમુ.] મત આસક્તિનો બહિરાત્મભાવ.
૨૩૯ “હે નિરંજન ભગવાન! જગનાં પ્રાણુઓ રામ રામ સુખેથી ગાય છે, પણ અલક્ષ્ય સ્વરૂપને ઓળખનાર તે કઈક ભાગ્યશાળી જ હોય છે. જૂદા જૂદા મતવાળા પાતપિતાના મતમાં મસ્ત હોય છે, મઠધારીઓ પોતાના મઠમાં આસક્ત હોય છે, જટાધારીઓ જટામાં. પાટધારીઓ પિતાની પાર્ટીમાં અને છત્રધારીઓ છત્રમાં ગરમ થઈ ગયેલા હોય છે.”
ભાવ–આ પદ આનંદઘનજી મહારાજની ધર્મસહિષતા બતાવે છે. એમની દૂધમાંથી પાણુને જાણું પાડવાની હસબુદ્ધિ કેવા ઉત્તમ પ્રકારની હતી તે આ પદથી જણાઈ આવે છે. જે વૃત્તિ આ પદમાં બતાવી છે તેવી વૃત્તિ સામાન્ય થઈ જાય તે દુનિયામાં ધર્મને નામે જે અનેક ઝગડાઓ ઉત્પન્ન થાય છે તેને તુરતમાં અંત આવી જાય. મતનું રહસ્ય સમજ્યા વગર અભિમાનને લઈને જે સ્થિતિ અનેક મતાની અને મતાવલંબીઓની થઈ ગઈ છે તેવી સ્થિતિ માટે જવાબદાર મનુષ્યએ આ પદ બહુ મનન કરી વિચારવા લાગ્યા છે. આ મુદ્દા ઉપર છેવટે વિવેચન કરવાનું રાખી એ રોગી મહાત્મા અત્ર શું કહે છે તે પ્રથમ વિચારીએ. •
હે પ્રભુ આ દુનિયાની શું સ્થિતિ થઈ છે તે આપને કહું છું તે સાંભળે. દુનિયાનાં પ્રાણુઓ “રામ રામ ગાયા કરે છે પણું રામ કેયુ છે તે સમજતા નથી, વિચારતા નથી, જાણવાની દરકાર કરતા નથી. તેઓ તે ફેનેગ્રાફના વેત્રવત્ દશરથ રાજાના પુત્ર રામનું નામ લઈ જાણે છે, પણ એ રિ “નિજ સ્વભાવમાં રમણ કરે તે રામ એ ભાવ જાણતા નથી તેમ વિચારતા પણ નથી. સ્વભાવ શું? વિભાવ શું? નિજ સ્વભાવ શું? પરભાવ શું? કેને પ્રાપ્ત થાય? કેમ પ્રાપ્ત થાય? તેનું શું પરિણામ થાય? એને તેઓ ખ્યાલ, તેલ કે વિચાર કરતા નથી, માત્ર મુખેથી રામ રામ બોલી જાય છે, એ રામ શબ્દને કેટલો વિસ્તૃત અર્થે થઈ શકે છે અને પિતાને અને એ શબ્દને શું સંબંધ છે, પોતે તન્મય ક્યારે અને કેવી રીતે થઈ શકે તેમ છે તેને ઘણુંખરા તે વિચાર જ કરતા નથી. કેઈ ભાગ્યશાળી પ્રાણુ હોય છે તે જ રામ શબ્દમાં રહેલું અલક્ષ્ય સ્વરૂપ સમજી શકે છે, જાણી શકે છે. વાત એમ છે કે સામાન્ય વ્યવહારૂ માણસે