________________
૨૫૦ આનન્દઘનજીના પદે.
પદ ઈતિહાસ લખવામાં આવશે ત્યારે આવા મતઆગ્રહથી દેશ કેટલે બધે પછાત પડી ગયેલ છે તે જણાશે. વર્તમાન સમયમાં પણ ઘણા નાના મોટા ઝગડાઓ ધર્મને નામે થાય છે. આ ઝગડાઓમાં વિશેષ ખરાબ તત્વ એ છે કે તે ઝગડે કરનાર લેકે તેમ કરતી વખત ધર્મ કરતા હોય એમ માની લે છે. આથી આહિરાત્મભાવમાંથી ઊંચા આવવાને જે એક જ પ્રસંગ-નિમિત્ત છે તે તેઓ ગુમાવી બેસે છે.
આનંદઘનજી મહારાજ તેટલા માટે કહે છે કે આ સર્વ વૃથા આળપંપાળ છે તે છેડી દે, એ સર્વ એક પ્રકારને સંસાર છે એમ સમજે, એ સર્વ મતઆગ્રહમાં આશાનું દાસપણું છે એ વિચારે, એમાં માત્ર પિતાનું પેટભરાપણું છે તે વાત હદયમાં સ્થાને અને તેવી સ્થિતિને ત્યાગ કરવા નિશ્ચય કરે અને હદયકમળમાં આનંદભ્રમરને શોધી તેની સાથે કામ લો, તેની સાથે રમણ કરે અને તે દશામાં પરમાત્મભાવતું સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખી તન્મય થવા દહ પ્રયત્ન કરે. ઉપર ઉપરના જાપ કરવાથી, અધ્યયન કરવાથી કે ઝનુની ટેળીના નાક થવાથી અંતરાત્મભાવ પ્રાપ્ત થતો નથી અને તે વગરના બધા પ્રયાસ લગભગ વિશુદ્ધ અને વિશિષ્ટ પરિણામ વગરના છે.
ચિત્તરંજને શોધવામાં ચગને અંગે હદયમંડળ નાભિમંડળ ઉપર કમળની પાંખડીની કલ્પના કરી તેમાં નવ, સેળ વિગેરે અક્ષર સાથે પદમંડળની સ્થાપના કરી પદસ્થ ધ્યાન કરવામાં આવે છે, જેનું સ્વરૂપ પદસ્થ સ્થાનને અંગે ગઝથામાં બહુ વિસ્તારથી બતાવ્યું છે તે પણ અત્ર વિચારવા છે. તદુદ્વારા પણ જે હદયકમળ-ચિત્તપંકજને શેયે તે તે ઉપર રમણ કરતાં આત્મભ્રમરને જોઈ શકે છે. આ હકીકત ચોગને અંગે છે અને રોગના વિષયને તે વિભાગ વાંચવાથી અથવા સમજવાથી બરાબર ગ્રાહામાં આવી જાય તેમ છે. તાત્યચર્ચ એક જ છે કે તમે બહારથી આભાસતિ થશે એમ માને છે તે વાતમાં સત્ય નથી, તમારામાં જે મહાન તત્વ છે તે શોધ, તેનું પૃથક્કરણ કરે અને તેની અંદર દાખલ થાઓ; ઉપર ઉપરની વાત કરી નક કાળને અને શક્તિને વ્યય કરે નહિ. આનંદઘનજી મહારાજે ધર્મને નામે ઝગડા નહિ કરવાને અન્ન અંતરાત્મદશાના વિચાર સાથે જે બોધ આપે છે તે વિવેકપુરસર સમજવા અને અાદરવા ચગ્ય છે.
be