________________
૨૪૮ આનંદધનજીનાં પદે.
[પદ બહિરાત્મભાવમાં જે વસ્તુ નથી તે શોધવાનો પ્રયાસ કર એ બાપદ ગગનમાં અથવા મીનપદ જળમાં શોધવાના પ્રયાસ પેટે પ્રયાસ કરનારની બેવકુણીજ બતાવે છે. ઉપર ઉપરથી “રામ રામ બોલ્યા કરવું અથવા “અહું અહંનો ઉચ્ચાર કાર અથવા આંતરસ્વલ્પ સમજ્યા વગર વિચાર કરો કે અમુક ક્રિયા કરવાથી લાભ શું? અથવા અમુક પ્રકારના શિથિળ વિહારીને વાદવાથી શું લાભ થવાનો છે? અથવા જે જે કરતા મદિરોમાં ભટકયા કરવા જેવા સવાલે ઉપર વિચાર સ્થ કરવા એમાં એકંદર રીતે કાંઈ લાભ થતું નથી. આવા અહિરાભાવમાં વર્તતા પ્રાણુઓ ઘરમાં બેઠા બેઠા વાતે કર્યા કરે છે કે આમ કરીએ તે આમ થાય અને આમ ન કરીએ તે આમ ન થાય. કાંઈ કરવું નહીં અને મોટી મોટી વાત કર્યા કરવી અને તે પણ બીજા માણસેના સંબંધી કર્યા કરવી. પિતાને જાણે તે વાત સાથે કોઈ પણ પ્રકારને સંબંધ જ ન હોય, પિતાને જાણે તે વાત અથવા તેના નિર્ણય સાથે કશું લાગતું વળગતું ન હોય એવી રીતે પિતાની જાતને અળગી રાખી વાતે કરવી અથવા કઈ પણ કિયા, વ્રત, પૂજન, કે ધ્યાનને હેતુ સમજ્યા વગર માત્ર એક દુનિયાદારી કરવી, ધર્મને નામે દુકાન ચલાવવી, આશાદાસીના દાસ થઈને રહેવું એ સર્વ અહિરાત્મભાવ છે. આવી સ્થિતિમાં રહી જ્યાં વાસ્તવિક રીતે ધર્મ જેવું કે સાધ્યસ્વરૂપની વાનકી જેવું પણ કાઈ હોતું નથી ત્યાં ધર્મ માની ચાલ્યા જાય છે અને આયુષ્ય એવી ઉપર ઉપરની બહિર વાતમાં જ નિર્ગમન કરી ગાળે છે. ધરમ ધરમ કરતે જગ સહ રે, ધરમ ન જાણે હું મર્મ જિનેસર આવી રીતે ધર્મ તરીકે માનેલી ક્રિયાને મર્મ સમજ્યા વગર અહિરાત્મભાવમાં પડી રહી પિતાની જાતને બેવકુફમાં ગણાવે છે. આવા પ્રાણીઓ બહારથી ધર્મ આવી જવાને છે એમ સમજી સાધન સાયને વિચાર કર્યા વગર મંદિરમાં, તીર્થોમાં અને આશ્રમમાં ફર્યા કરે છે અને માયાના કંદમાં ફસાઈ હિરાભભાવમાં મૂઢ રહે છે. પરંતુ જે પ્રાણુઓ પિતાના હદયકમળમાં શોધ કરે, ત્યાં શું છે તેની તપાસ કરે, તેનામાં હજુ માયા મમતાના તરંગ ઓછા થયા છે કે નહિ તેની ગવેષણ કરે અને તેની દિશા ઈ બાજુએ હજુ વહન કરે છે તેની અવલેના કરે ત્યારે તે કમળપર