________________
સત્તાવીશમુ.] મત આસક્તિના બહિરાત્મભાવ. ૨૪૩
ભાવ-જિનાગમના અભ્યાસીઓ આગમને અભ્યાસ કરી કરીને થાકી જાય છે, પણ જે મતરાગથી મુક્ત થતા નથી તે તેઓને આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કદિ પણ થતા નથી. અથવા ઉપર જણાવેલા મઠધારી, પટધારી, છત્રધારીઓને સમજાવવા માટે આગામધારીઓ પ્રયતન કરીને થાકી જાય તે પણ તેઓ કદિ વરૂપ સમજવાના નથી, કારણ એમ છે કે સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવા મઠધારી વિરે ઇછા જ કરતા નથી. તેઓ તે પિતાના મઠમાં આસક્ત રહે છે, તેના ઉપર પોતાને નિર્વાહ સમજે છે અને તેના અંધારાગમાં મસ્ત રહે છે. જ્યાં સત્ય સ્વરૂપ સમજવાની ઈચ્છા કે પ્રવૃત્તિ નથી થી ગમે તેટલા પ્રયાસ કે દલીલ કરવામાં આવે તે તે તદ્દન બીનઉપયોગી છે એ સમજાય તેવી હકીકત છે. આગામધારીને અંગે આ અને અર્થ બરાબર બંધબેસતા આવે છે.
અથવા આગમધારીઓ એટલે વેદાભ્યાસી એ પણ અર્થ થાય છે. તેઓ વેદને અભ્યાસ કરી કરીને થાકી જાય છે પણ અલક્ષ્ય વરૂપ પ્રાપ્ત કરી શકતા નથી. અર્થ કરવાનો એક મુખ્ય નિયમ એ છે કે પ્રચલિત અર્થ ઘટી શકતું હોય ત્યાંસુધી ખેંચીને અન્ય અર્થ ઘટાવવો નહિ તે નિયમ પ્રમાણે આ અર્થ બરાબર લાગતું નથી, કારણકે તેઓ પિતાનાં શાસ્ત્રને આગમ શબ્દથી ઓળખતા નથી.
અને માયાધારી-માયા-પૈસા રાખનારાઓ થનમાં છકી જાય છે અને તેમાંજ મરત રહે છે અથવા માયાવાદી વેદાન્તીઓ માયામય જગતું સમજી પુરૂષ અને પ્રકૃતિના સ્વરૂપમાં અન્ય સત્ય હકીક્ત લક્ષ્યમાં જ લેતા નથી. આવી રીતે એકાંત સ્વમતાવલંબીને કદિ અલય સ્વરૂપને આવિર્ભાવ થતું નથી. જેઓ સત્ય સ્વરૂપ સમજવા માગતા હોય તેઓએ પિતાનું મન નિરંતર ઉઘાડું રાખવું જોઈએ અને રાગદષ્ટિથી કે દ્વેષદષ્ટિથી અમુક સ્વરૂપ કે સ્વરૂપાભાસ તરફ ન જેવું જોઈએ. જે પૂર્વ યુગ્રાહિત ચિત્તથી અભ્યાસ કરે છે તે કદિ સત્ય સમજી શક્તા નથી.
આવી સ્થિતિ મઠધારી, આગમધારી અને માયાધારીઓની થઈ ગઈ છે અને બાકી જે દુનિયાદારીના વ્યવહારૂ માણસો રહ્યા તે તે દુનિયાનાં કાર્યમાં આસક્ત રહ્યા કરે છે. તેઓ તે ઘર, છેકશ,