________________
૨૪૪ આનંદધનજીનાં પદે.
[પદ સ્ત્રી, ધન, ધ, ખટપટ, સગપણ અને બીજી અનેક પ્રસંગમાં પરભાવરમણ પ્રત્યક્ષ દેખાડી આપે છે. તેઓને તે સવારથી મોડી રાત સુધી અલયિ સવરૂપ શું છે તે સંબધી ચિંતા કરવાને અવકાશ કે ચગ્યતા જ નથી ત્યાં તેઓ પાસેથી તે શું આશા રાખવી?
અથવા આગમધારી અને માયાધારી વિગેરે ઉપર બતાવેલા સર્વ દુનિયાદારીના માણસો છે, સંસારી પ્રાણુઓ છે, સંસારથી જરા, પણ ઊંચા આવેલા નથી અને દુનિયાને જ લાગી રહેલા છે, દુનિયાની મમતામાં રક્ત છે અને આશાના દાસ છે. આ અર્થ પણ સંબંધ સાથે બેસતે આવે છે.
આનંદઘનજી મહારાજ કહે છે કે ઉપર જણાવેલા સર્વ મતરાગી મનુષ્ય આશાના દાસ છે, મઠ હશે તે પૂજા મહિમા વધશે, રહેશે એમ સમજનારા હોય છે અને આશીભાવથી યિા કષ્ટ સહન કરનારા હોય છે. પ્રભુપ્રીત્યર્થ-ફળની અપેક્ષા વગર–નિરાશીભાવથી નિષ્કામપણ તેઓની એક પણ કરણી નથી અને તેમ હોવાથી તે સર્વ વસ્તુતઃ નકામી છે, ફળ વગરની છે અને ખાસ કરીને તે કેવી છે તે નીચેની ગાથામાં સ્પષ્ટ બતાવ્યું છે.
અત્ર બહુ વિચારવા લાયક હકીકત કહી છે. આવા આગમધારી અને મઠધારીઓને પણ આશાના દાસ કહા એ ખાસ લક્ષ્યમાં લેવા લાયક બાબત છે. આશા કાંઈ ધનની જ નથી હોતી. માન પ્રતિષ્ઠા મેળવવાની, પદવી પ્રાપ્ત કરવાની, શિષ્ય, પુસ્તક, ઉપાધિ એકઠી કરવાની આશા પણ પુદગળાનદિપણને લીધે સંસારમાં રઝળાવનારી છે, અહિરામભાવની દશા છે અને એકાંત વર્યું છે. આથી મોટા આગામધારીઓ પણ આવી આશાપૂર્વક કઈ પણ અનુષ્ઠાન કરતા હોય તે તે આનન્દઘનજી મહારાજની દ્રષ્ટિમાં દુનિયાદારી લેકે જ છે અને નીચેની ગાથામાં દુર્લભ પ્રાણ કહ્યા છે તેની ગણનામાં તે આવી શકતા નથી. આશાના વિશેષ સ્વરૂપ માટે આ પછીના પટમાં પણ કેટલીક હકીકત બતાવવામાં આવશે.
पहिरातम मूढा जग जेता, माया के फंद रहेता