________________
૨૪૦ આનંદઘનજીનાં ૫.
-'પદ આવા સૂક્ષમ આત્મવરૂપને ઓળખ્યા વગર રામ રામ પોપટની જેમ બાલ્યા કરે છે, જ્યારે એનું વાસ્તવિક સ્વરૂપ જે અલક્ષ્ય છે તે તે કોઈક જ સમજે છે.
અથવા કઈ કઈ પ્રાણીઓ અલખને જાગ્રત કરે છે, ઝેળી, લંગોટી અને મૃગચર્મ લઈ અલેક અલક કર્યા કરે છે, પણ અલેક શું છે તે સમજતા નથી. આ અર્થ કરવાને બદલે ઉપર બતાવ્યે તે અર્થ વધારે બંધબેસતે આવે છે. રામ રામ બોલી જનારા તેનું અલક્ષ્ય સ્વરૂપ જાણતા નથી, માત્ર વ્યવહારથી ઉરચાર કર્યા જાય છે.) આવી રીતે લક્ષ્યાળું સ્પષ્ટ કર્યા વગર ઉચાર કર્યા કરે છે તેનું પરિણામ શું આવે છે તે હવે બતાવે છે. અત્ર રામ શબ્દ સંજ્ઞાસૂચક હોય એમ સમજાય છે. કેઈ કૃષ્ણ કૃષ્ણ કરતા હોય, કઈ ક્રાઈટને જયતા હોય, કે પેગબરને ભજતા હય, કઈ જિનને આરાધતા હોય તે સર્વને અત્ર સમાવેશ કરવા ચાય ગણુશે. ખરી રીતે સ્વરૂપજ્ઞાન થવાને અંગે શુ દશા થઇ છે તે વિચારવા લાગ્યા છે.
બધ, સાંખ્ય, મીમાંસક વિગેરે મતવાળાઓ પોતપોતાના મતમાં આસક્ત રહે છે, મસ્ત રહે છે અને અન્ય શું કહે છે તે સમજ્યા વગર, તેના નયની અપેક્ષા ધ્યાનમાં લીધા વગર, વગર સમજે તેના પર આક્ષેપ કરવા મડી જાય છે અને પિતે સત્ય સ્વરૂપ પરમાત્માના સુખમાંથી નીકળી પડ્યા છે એમ માનવા લાગી જાય છે, એટલું જ નહિ પણ અન્ય મતને હલકે પાડવામાં, તેઓની સાથે લડાઈ કરવામાં અને તેઓની નિકા કરવામાં ધર્મ સમજે છે. પિતાના મનમાં એટલા થાકી જાય છે કે પરમસહિષશુતા શું છે તે તેના વિચારપથમાં પણ આવતું નથી. આવી જ રીતે મઠધારીઓ પોતાના મઠમાં આસક્ત થઈ જાય છે. તેઓની દ્રષ્ટિ એટલી ટુકી થઇ જાય છે કે પિતાના મઠની બહાર સત્ય હોઈ શકે એમ તેઓના વિચારમાં પણ આવી શકતું નથી. શંકરાચાર્યના શુગરીમઠ, શારદાપીઠ વિગેરે મળે છે તેમ જ દુધરેજના મહંત, સ્વામીનારાયણના વડતાલ, ગઢડા વિરલા મટે અને બીજી અનેક મઠો હોય છે. આ મઠને આશ્રય કરનારા અને તેમને અણુયાયી વર્ગ ધર્મસર્વસ્વ પિતાના મઠમાજ આવી ગયું હોય એમ માની લઈને ચાલે છે. ધર્મને સત્યસ્વરૂપ મઠની બહાર હોઈ