________________
૨૨૮ • આનંદઘનજીની પદે.
* [૫ ગુણહીન હું આપની પાસે શું માગું? શા હકે માણું? કેવી રીતે માણું? હે પરમાત્મા! મારે આપની પાસે બક્ષીસની માગણી કરવી છે પણ હું કેવી રીતે માગણી કરું? પ્રથમ તે જે માગનાર હોય છે તે શું માગે છે તેની તેના મનમાં ગણતરી હોય છે, તેને ખ્યાલ સ્પષ્ટ હોય છે અને તેની માગણે અમુક મર્યાદામાં હોય છે. હું તે મારું સવરૂપ પ્રગટ થાય અને મને આપનું પદ મળે એવી મટી બક્ષીસની યાચના કરવા તત્પર થયે છું, પણ આપનામાં ગુણ કેટલા છે, મારા સ્વરૂપમાં શી મહત્તા છે અને કેટલી મહત્તા છે તે ગણવાની તે હજી મારામાં શિયારી આવી નથી, સંક્ષેપમાં કહું તે મારામાં કઈ કઈ વાતની અલ્પાંશતા છે તે પણ હું હજુ સ્પષ્ટ રીતે સમજી શક્તા નથી, મારે રોનો ખપ છે તેનું મને ભાન નથી, મારે તે માગવાનું પણ બાકમાં છે અને શું માગવાનું છે તેને નિર્ણય કરવાના પણ બાકીમાં છે ત્યારે મારે માગવું શું?
વાસ્તવિક હકીકત એવી છે કે કઈ કઈવાર સિદ્ધદશામાં સુખ છે એવી હકીક્ત સાંભળીને આ જીવને તે મેળવવાની ઈચ્છા થાય છે પણ ત્યાં વાસ્તવિક સુખ શું છે અને અહીંનાં માની લીધેલાં સુખ અને ત્યાંનાં અપ્રતિપાતી સુખ વચ્ચે કેટલે અંતર છે, શો તફાર્વત છે અને પ્રકાર કેટલે છે એ તે સમજાતું નથી. આથી તેને શું માગવું એને ખ્યાલ આવી શક્તા નથી. હવે પોતે કેવી રીતે ગુણહીન છે અને પિતાને ભાગતાં કેવી રીતે આવડતું નથી તે અને હકીકત સાથે બતાવે છે.
હે પરમાત્મા! મારા નાથ! તમારામાં અનત ગુણ છે એમ મેં સાંભળ્યું છે પણ તે મને ગાતાં આવડતા નથી, તમારા ગુણ અમુક પ્રકારથી ગાઈ શકાય છે એમ પણ જાણતા નથી અને ગુણે “કથા કયાં છે તે પણ જાણતા નથી. આથી ગાયન કરી તમારા ગુણ માગી
કું એ મારા સંબંધમાં હાલની અવસ્થાની અપેક્ષાએ બની શકે તેમ નથી. '
વળી તમારા ગુણ હું ભજવી શકે તેમ પણ નથી. ગીતની સાથે જેમ વાજિત્ર છે તેમ તમારા ગુણોને હું શોભાવી શકતું નથી. મને ગાઈને અને વગાડીને તમારા ગુણનું કીર્તન કરતાં આવડતું નથી,