________________
૨૨૬ આનંદઘનજીનાં પદે.
[૫૯ કારણ નિદાન સારી રીતે થયા પછી ચિકિત્સા તે ગમે તે કરી શકે છે. આવી રીતે મને પણ અધીરજરૂપ મધુપ્રમેહ થયે છે તે હવે તે આનંદસમૂહ ભગવાન, શુદ્ધ તિરંજન દેવ, ચિવનાનંદરવરૂપ પરમાત્મારૂપ રને જે રોગ થાય અને તેઓ તેનું નિદાન કરે તે પછી ચગ્ય ચિકિત્સા કરતાં વ્યાધિનું જોર નરમ પડે. હે નાથી મારે
વ્યાધિ તપાસી, તેનું નિદાન કરી અને સ્વાચ્ય થાય તેમ કરી, આવા મધુપ્રમેહ જેવા વ્યાધિની વાત મારાથી જેને તેને કહી શકાય તેમ નથી. આ૫ કુશળ વિદ્ય છે, મારે વ્યાધિ લાંબા વખતન (chronic disease) છે અને જે આપ મારે કેસ હાથમાં લઈ મારા વ્યાધિનું નિદાન કરી આપી મને વ્યાધિથી છોડાવશો તે જ મારે વિસ્તાર થશે. આવી વ્યાધિગ્રસ્ત સ્થિતિમાં આપને હું કેટલી વાત કરું. માણ સગા સ્નેહીઓ મને મળે તે તેઓની સાથે બેસી જરા આનદ મેળવું. હે નાથ એ મારા સગા સ્નેહીઓ અને કયારે મળશે એ હવે આપ કૃપા કરીને કહે, હાલ તે હું તેની જ ઝંખના કરું છું, તેની જ જપમાળા ફેરવું છું અને તમે મને મારા આ મેટા દુખમાંથી છોડાવી શકશે એવી દઢ ભાવના વિશ્વાસપૂર્વક રાખું છું.
કેાઈ સાબરની પછવાડે શિકારી કુતરાઓ લાગ્યા હોય, જંગલમાં પૂર્ણ જરથી દેડીને સાબર થાકી ગયું હોય અને પાણીની શોધ કરતું હાથ તે વખતે તેને ગમે તેટલે બારાક આપવામાં આવશે તે તેથી તેને શાંતિ થશે નહિ, એને સુંદર સરોવર પ્રાપ્ત થતાં તે પાણી પીને પિતાની તૃષા મટાડશે અને ત્યારે જ તેના જીવને શાંતિ મળશે, અથવા એક બાળક મુંબઈની બજારમાં તેની માથી છૂટું પડી ગયું હાય તેને ગમે તેટલાં રમકડા આપશે, ખાવાનું અપાવશે કે પ્રેમથી બોલાવશે પણ તે કદિ સતોષ પામશે નહિ, તે તે પિતાની માને બોલાવ્યા કરશે અને તે તેને મળશે ત્યારે જ તેના મનમાં શાંતિ થશે. આવી રીતે જ્યારે આપણા મનમાં પરમાત્મભાવ પ્રાપ્ત કરવાની તૃષા ઉત્પન્ન થશે ત્યારે તરથા સાબરની પેઠે અથવા માથી વિખુટા પડેલા ' બાળકની પકે અન્ય વસ્તુ કદિ આનંદ આપી શકશે નહિ. આવા પ્રકારની તૃષા થાય ત્યારે મન તે પાછળ કેવી રીતે લાગી જાય છે તે અરણ્યમાં મુસાફરી કરતી વખત સપ્ત ઉનાળામાં બપોરે તૃષા લાગે