________________
છવીશ.] ગુણહીનને યાચના કરતા આવડતું નથી. ૨૩૧ મેળવવું હોય તેણે પરસ્પર નથાપેક્ષી જ્ઞાનને સારી રીતે સમજવું જોઈએ; કારણકે અન્ય દર્શનના મૂલભૂત ન વીતરાગ દર્શનનાં અને છે. ફકત તેઓનું અવધારણ નકામું છે તેથી જ્યાં સુધી એનું જ્ઞાન બરાબર ન થાય ત્યાંસુધી કોઈ વખત એકાંત શ્રદ્ધા થવાથી શુદ્ધ શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જાય છે અને આત્મિક જ્ઞાન પણ અપૂર્ણ રહે છે. આથી વેદમાં શું કહ્યું છે અને તેને અન્ય દર્શનકાર રમતમાં કેવી એક પક્ષણિથી ખેચી ગયા છે તે સમજવા ચેશ્ય છે. તદુપરાંત પરસ્પરાપેક્ષાવાળા નયસમુદાયના પ્રમાણજ્ઞાનવાનું સમ્યગુણિને ગમે તે ધર્મપુસ્તક લાભ કરનાર થાય છે તે પ્રતીત થાય તેવી હકીક્ત છે. હે નાથ! આ ચાર વેદમાંથી એક વેદ પણ હું જાણતા નથી. અથવા વેદ એટલે સ્વરૂપાન એ અર્થ લઈએ તે મને આપના યથાર્થ સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન પણ નથી.
તે જ પ્રમાણે હે પરમાત્મા! મને મુસલમાનેનું પવિત્ર ધર્મશાસ્ત્ર કુરાને શરીફ છે તેનું પણ જ્ઞાન નથી. સમુદ્ર જેવા વિશાળ જૈન દર્શનમાં સર્વ દર્શનસરિતાઓ આવી મળે છે અને વિશિષ્ટ બેધવાળાને સર્વે ગ્રન્થમાંથી સાર તુલ્ય રત્ન પ્રાપ્ત થાય છે, અર્થાત્ પર સમયજ્ઞાન થવાથી તેનું અસત સ્વરૂપ ભાસામાન થાય ને તેથી જ ઘણે ઊંચે દરજજે સત્યની ઉપર રાગ થાય અગર વ્યતિરેક દ8ાન્ત માટે તેની જરૂર પડે છે તેથી સ્વમત સિદ્ધ થાય. તદક્ષિયા આત્મિક જ્ઞાન પૂર્ણ કરવા કુરાન, બાઈબલ, અવસ્થા વિગેરે સર્વ ગ્ર વાંચી વિચારી દષ્ટિબિંદુઓ સમજવા આત્મજ્ઞાનીનું પરમ લક્ષ્ય હાય છે. અથવા કિતાબ એટલે બક્ષીસ એ અર્થ લઈએ તે આપની બક્ષીસ કેવી હોય, આપની કૃપા કેમ મળે અને કેવી રીતે મળે તે પણ હું જાણતા નથી.
હે નાથ! હું પિંગલનાં લક્ષણે પણ જાણ નથી કે આવા : અક્ષરસંગથી અમુક વૃત્ત થાય કે આ છંદ માત્રામેળને છે કે એમાં અમુક ગણે આવે છે. વળી ક્યાં વૃત્તો સમ છે, જ્યાં વિષમ છે વિગેરે લક્ષણે મને આવડતાં નથી કે કવિતા કરીને આપની પાસે ગુણુયાચના કરું. પિંગળ પાઠ પઢ્યા વિના, કાવ્ય કરે કવિ કેય; વળી વ્યાકરણ વિના વદે, વાણી વિમળ ન હોય એ સ્પષ્ટાર્થ છે. અથવા