________________
વીશત્રુ ] ગુણુહીનને યાચના કરતા આવડતું નથી.
૨૨૭
ત્યારે પાણી માટે મુસાફરને કેવી ઝંખના થાય છે તેના અનુભવ કરનાર વિચારી શકશે. હું પ્રભુ! મારા નાથ! મને હવે સ્વજનાને મળવાની ઈચ્છા થઈ છે અને પરમાત્મભાવ પ્રગટ કરવાની તૃષા લાગી છે તે ગમે તેમ કરીને છીપે એમ કરશ. હું આપને ખાત્રીથી કહું છું કે જ્યાંસુધી મારી તૃષા છીપશે નહિ ત્યાંસુધી મને કોઈ ઠેકાણે ચેન પડશે નહિ,'
પટ્ટ છત્રીશમું, (રાગ–આશાવરી. )
अवधू क्या मागुं गुन हीना, वे गुन गनन प्रवीना. गाय न जानुं वजाय न जानुं, न जानुं सुर भेवा; रीझन जानुं रीझाय न जानुं, न जानुं पद सेवा.
अवधू.
अवधू० १
“હું અખંડ સ્વરૂપ ભગવાન! હું ગુણુથી રહિત તે (તમારી પાસે) શું માગું? (તે માગનાર તા) ગુણુની ગણતરીમાં પ્રવીણ હાય છે. હું તેા ગાઈ જાણતા નથી, ખજાવી જાણુતા નથી તેમ જ સુરના ભેદ્યા જાણતા નથી, તેમ જ વળી રીઝી જાણતા નથી અને રીઝાવી પણ જાણતા નથી તથા સ્વરૂપસેવા પણ જાણતા નથી. ત્યારે હું શું માગું ? શા હુંકે માશુ? કેવી રીતે માગું?)”
ભાવ–સિદ્ધ પરમાત્માની પ્રાર્થના કરતાં આનંદઘનજી મહારાજ કહે છે કે હું મારા નાથ! આપનામાં સર્વ ગુણા પ્રગટ થયા છે અને હું તે હજી સુધી બાહ્માત્મા જેવા રૂપે વહું છું. મને આપની કૃપાથી સહજ અંતરાત્માના લક્ષ્ય થયા છે પણ હું હજી સર્વથા ગુણહીન છું, ગુણુ રહિત છું, મારામાં વાસ્તવિક રીતે એક પણ ગુણ નથી, મારે હજી મળ્યું કાર્ય આદીમાં છે અને મારી પાસે કાંઈ નથી. આવા
૧ અવધૂ=અખંડ સ્વરૂપ ભગવાન અથવા ચેતન ગુનહીન એનામા ગુણા નથી અથવા હીન આચારા છે તેવા હાજીનગનન=ગુણની ગણતરી, ગણીત. હુશિયાર ખાય=ભજવવું અથવા ખજાવવું. સુરસેવાસુરના ભેદો રીઝવુ, પ્રસન્ન કરવા, પસેવાશ્ર્વકપની સેવા..
પ્રવીના=પ્રવીણુ, રીઝાય—અન્યને