________________
૨૦૦
આનંદઘનજીની પદે.
[પદ અંગ નામના બારમા અંગના પાંચમા પૂર્વાનુગત ભાગમાં ચૌદ પૂર્વ સમાવેશ થાય છે અને ચૌદ પૂર્વનું પ્રમાણુ વિચારતાં તેને પાર આવે તેમ નથી. આવું વિશાળ જ્ઞાન વિચ્છેદ ગયું છે છતાં હાલ જે છે તે પણ અતિ અગમ્ય અને અપાર છે. મતિશ્રુતજ્ઞાનાવરણયને અતિ પશમ હોય તે કદાચ કેટલોક ભાગ વાંચી સમજી શકાય પણ તેને પાર પામ તે તે અશકય જ છે. જેનશાસ્ત્રમાં મહા અદભુત ભાવે બતાવેલા છે. નિયનિપાનું સ્વરૂપ, તેના ભેદ વિભેદ, કર્મવીણાનું સ્વરૂપ અને તેની અનેક પ્રકૃતિઓ તેમ જ જીવની ઉત્કાન્તિ તથા ષ દ્રવ્ય અને નવ તત્તવનું સ્વરૂપ એવી બારીકીથી સૂક્ષમ રીતે અનેક આકારમાં બતાવવામાં આવ્યું છે કે તેને પાર પામે મુશ્કેલ છે એમ કહેવામાં જરા પણ અતિશતિ નથી.
વિચાર કરનાર મુરિવતંત્રતાથી વિચાર કરે તેને કેવી મુશ્કેલીઓ આવે છે અને આગમમાં તે સર્વે મુશ્કેલીને એક શબ્દમાં કેવી રીતે નીકાલ કર્યો હોય છે તે અત્ર બતાવીને આગમશાનની મુગ્યતા કરતાં સાથે પ્રભુસ્તુતિ કરે છે.
વ્યવહારમાં તમે સામાન્ય રીતે બુદ્ધિથી વિચાર કરશો તે જણાશે કે આધેય વગર આધાર હોઈ શકતા નથી એટલે માંહે રહેનાર વસ્તુ વગર તેને ધારણ કરનાર વસ્તુને નામનિર્દેશ પણ સંભવિત નથી, જેમકે વૃતને પાત્રમાં નાખ્યું હોય તે વૃતને આધાર પાત્ર ધૃતનું અસ્તિત્વ સૂચવે છે. આમાં વૃત આધેય છે અને પાત્ર આધાર છે, તેવી જ રીતે આધેય આધાર વગરનથી એમ પણ કહી શકાય, એટલે આધાર અમુક વરતુને ધારણ કરે છે તે વસ્તુને સાથે જ તેને આધાર કહી શકાય. આથી આધેય અને આધારમાં પ્રથમ કેણુ અને પશ્ચાતું કેણુ એ કહી શકાય નહિ. આધાર અને આધેય બને સબંધ તપે તવરૂપે અનાદિ માન્યા સિવાય અન્ય માર્ગ નથી. આ સધિમા માત્ર બુદ્ધિપર વિચાર કરનાર શું કહી શકે તે વિચારે. એ ગમે તેટલા ગોટા વાળે પણ એમાં અનવસ્થા દોષ અને બીજા અનેક દોષ આવ્યા વગર રહેશે નહિ. સ્યાદ્વાદનય સ્વરૂપ બતાવનાર જિનાગમ એને સતેષકારક નીકાલ છેવટે બતાવી આપે છે તે