________________
૨૧૦
આનંદઘનજીનાં પદે. * [પદ કરવા લાગી છે અને તેથી તે જે કરે છે તે હવે બતાવે છે. સુમતિન પિતાનું જ આ વાકય છે અને તે બેલે છે કે મારી મતિ આત્માને મળવા લાગી એટલે તેને ભાવ એમ સમજ કે આત્માની મતિ જે સુમતિરૂપ છે તે મને હવે વ્યક્તરૂપે એકાકાર થતું જાય છે એટલે આત્મા હવે સુમતિ સાથે જોડાય છે. તેરમા અને ચૌદમા પદમાં સુમતિ આત્માને મદિરે પધારવા જે વિનતિ કરતી હતી તેના કરતાં અત્રે જે મેળાપ થાય છે તે વધારે સુસ્પષ્ટ અને પ્રગતિ બતાવનાર છે તે વિચારવાથી સમજાશે.
અનુભવકલિકા જાગ્રત થતાં મતિ આત્મા સાથે મળવા લાગી તે વખતે શું ભાસ થયે તે પ્રથમ જુએ. અત્યાર સુધી મન અવ્યવસ્થિત રીતે અહીં તહીં ફર્યા કરતું હતું તે હવે નિજ સ્વરૂપ જેવા લાગ્યું, આત્મસમરણમાં તેને હવે જણયું કે હું પિતે તે અનાદિ છું, અનત છું, અવિનાશી છું, અરૂપી છું, હું જેને મારા માનતે હતા તેમાનું કઈ મારુ નથી, હું પોતે તે સર્વથી ન્યારે છું, ભિન્ન રવરૂપ છું, તદ્દન અલગ છુ આવા આવા વિચારરૂપ આત્મવરૂપનું
મરણ થવા લાગ્યું અથવા એવા વિચારરૂપ શુદ્ધ જ્ઞાનમય આત્મા સાથે મારું મળવું થયું. આ પ્રમાણે થવા સાથે તમારું મન જે અત્યાર સુધી શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ ઇન્દિના વિષયે તરફ વારવાર ખેંચાઈ જતું હતું અને તેના સંબંધમા અને તેની પ્રાપ્તિમાં જ જે મન સુખ માનતું હતું, તેના વિરહમાં જે તદ્દન સુગ્ધ બની જતું હતું તે હવે તેની પાસે જતું નથી. સુમતિ સાથે મેળાપ થતાં મનની દિશા જ બદલાઈ જાય છે અને પરવસ્તુમાં રમણ કરવાની એની જે ટેવ હતી તે તદન ફરી જાય છે.
વળી હે ચેતનજી! તમારે સર્વ બાબતનું આવી રીતે જ્ઞાન કરી લેવાને આ વખત છે. જે તમને જ્ઞાન પ્રગટ નહિ થાય તો તમારે હેતુ પાર પડે મુશ્કેલ છે. અત્યારે તમે વધુ સ્વરૂપ સમજી અનુભવકલિકાને વધારે ખીલવશો તે તમને બહ માટે લાભ થશે એ બાબતમાં સદેહ જેવું જરા પણ નથી. જ્ઞાનને મહિમા અપૂર્વ છે એ બાબત તમને વારંવાર બતાવવાની જરૂર નથી, તમે જાણે છે અને જ્ઞાનમય જ છે, માત્ર તેના ઉપર બ્રશ કરવાની-મેલ દૂર કરવાની