________________
વીશમુ.] આનંદધનની અલક્ષ્ય ન્યાતિ.
૨૦૯ હે શુદ્ધ સનાતન ચેતન! અનુભવકલિકા હવે વિકસી છે અને તેથી મારી મતિ આત્માને મળવા લાગી છે. હવે કદિ અન્ય (ઈન્દ્રિય વિષ)ની પાસે તેની નજીક પણ તે જતી નથી. વળી તારે હવે અનુભવજ્ઞાન જાણું લેવાને આ વખત છે. માયારૂપી દાસી અને (તેના) કુટુંબને એક દેઢ દિવસ સુધી ઘેરી લઈ કબજે કરીને (૫છી અનુભવજ્ઞાન વિકસ્વર કી.”
ભાવ-આગમદષ્ટિએ આત્માનું સ્વરૂપ વિચારતાં વિચારતાં હવે અનુભવજ્ઞાન જેનું સ્વરૂપ અગાઉ જેવાઈ ગયું છે તે જાગ્રત થયું. આ હકીલ બનતાં તેનું પરિણામ શું આવે છે તે બતાવતાં સુમતિ બેલે છે. અનુભવજ્ઞાન એ સર્વ વસ્તુને સાર છે અને અનુભવજ્ઞાન વગર જે કઈ વસ્તુ હોય તેનું સ્વરૂપ બરાબર અંતરંગમાં ઉતરતું નથી. એ અનુભવજ્ઞાનનું પરિણામ અતિ ચમત્કાર ઉત્પન્ન કરનાર છે અને તે અત્ર બહુ સ્પષ્ટ અક્ષરમાં બતાવે છે.
સુમતિ કહે છે કે હે અવધૂ! હે શુદ્ધ ચેતનજી! તમે જ્યારે શાશ્વત ભાવ વિચારીને અનાદિ અનંત ભાવમાં રમણ કરવાનો વિચાર કરવા લાગ્યા છે ત્યારે હવે યથાર્થ સ્વરૂપજ્ઞાન જેને અનુભવજ્ઞાન કહેવામાં આવે છે તેની કળી જે અત્યાર સુધી તદન બંધ પડેલી હતી, વિકસવાર થયેલી નહોતી તે હવે ઉઘડવા લાગી છે, ખીલવા લાગી છે, વિકસવાર થવા માંડી છે, તે અનુભવજ્ઞાન સ્વરૂપમય થવા પ્રયત્ન કરેઆત્માનું સ્વરૂપ વિચારવાથી અને તેનું જ્ઞાન આગમ દ્વારા પ્રાપ્ત થવાથી હવે આત્માનુભવ થવા માંડ્યો છે. આ અનુભવજ્ઞાનરૂપ કલિકા વિકસ્વર થવાથી મારું મન જે અત્યાર સુધી અવ્યવસ્થિત રીતે અહીં તહીં રખડ્યા કરતું હતું તે હવે નિજ સ્વરૂપ જેવા લાગ્યું છે, તે હવે નિજ સ્વરૂપની વિચારણા કરવા લાગ્યું છે અને તન્મય થવા લાવ્યું છે. કલિકા વિકર થવા માંડી છે અને એકવાર વિકસ્વર થઈ જશે તે પછી તેના આનંદને- તેની સુગંધીને પાર રહેશે નહિ, અત્યારથી જ તે બહુ આનંદ આપે છે તે કેવા પ્રકારને છે તે બતાવે છે અને ધીમે ધીમે તે આનંદમાં કેવી રીતે વધારે થતું જાય છે તે પણ બતાવે છે. “આતમ સમરણ મતિ લાગી એ પાઠમાં પણ તેજ અર્થ પ્રતીત થાય છે. અતિ આત્મજ્ઞાનનું રટણ
૧૪