________________
ચાવીશમ, ]
આનંધનના મનમેળાપ.
પદ્મ ચાવીશનું, ( રાગ–ામગ્રી) मुने मारो का मिलशे मनमेट, मुने० मनमेलु विण केलि न कलीए, वाले कवल कोइ बेलू.
·
૨૧૯
मुने० १
“મારા મનના મેળાપી સાથે મારા મેળાપ ક્યારે થશે? મનના મેળાપી વગર કોઈ રમત રમીએ નહિ. (એ રમત) કાઈ મૂર્ખ રેતીના કાળીઆ વાળે (તેના જેવી છે.)”
ભાવસુમતિએ અલખ ન્યાતિ જાગ્રત કરવા માટે સામાન્ય રીતે ઉપર વિવેચન કર્યું, હવે તેજ હકીકત આનંદઘનજી મહારાજ પેાતાને ઉદ્દેશીને વિશેષપણે કહે છે. અનુભવજ્ઞાનનું માહાત્મ્ય અતિ ઉદાંત્ત રીતે બતાવ્યું, તે જ્ઞાનનું પરિણામ પણ સાથે ખતાવ્યું. એ સર્વ સાંભળી આનંદ્દઘનજી મહારાજને સ્પષ્ટ સમજાયું કે આ અનુભવજ્ઞાન વાતા કરવાથી પ્રાપ્ત થાય તેમ નથી, તેને માટે દૃઢ પ્રયત્ન કરવા જોઈએ. એ અનુભવજ્ઞાનરૂપ જ્ઞેય સ્વરૂપ મેળવવાના ઢઢ વિચારના ભાવ મતાવતાં પાતે ઉદ્ગાર કાઢે છે કે અહા! આવું જ્ઞેય સ્વભાવનું એકરૂપ જેમાં સ્વભાવે સ્વભાવના મેળાપ થાય છે તે મને ક્યારે પ્રાપ્ત થશે? જ્યાં મને મનના મેળાપ થાય છે ત્યાંજ પ્રીતિ શાલે છે અને તેનું નામજ પ્રીતિ કહેવાય છે. વ્યવહારમાં પણ સ્વભાવ એટલે પ્રકૃતિ મળે ત્યારે જ પ્રેમ થયેા એમ દુનિયા માને છે. જો કે તે પ્રેમમાં રાગ સ્થૂળ પદાર્થ્રોપર છે અને ખેંચાણુ વિકારમય છે તેમ જ અલ્પ કાળ સ્થાયી છે, પરંતુ આત્મિક સૃષ્ટિમાં તે સવિશેષપણે મૂળ સ્વભાવે સ્વભાવ મળે ત્યારે જ પ્રીતિ થાય છે અને ત્યારેજ તેના નિભાવ થાય છે.
માટે આનંદઘનજી મહારાજ કહે છે કે કોઈ પણ રમત મન મળ્યા વગર કરવી નહિ. એવી રીતે ઉપર ઉપરની રમત કરનારને રમતમાં મજા આવતી નથી અને એવી પ્રીતિ લાંબા વખત ચાલતી નથી. ચેતન અને જ્ઞાનસ્વભાવ મળે એ રમત રમવી ઉચિત ગણાય,
૧ બ=ક્યારે મનમેલુ=મનના મેળાપ, જ્ઞાનવૃષ્ટિ, જ્ઞેય સ્વભાવનુ એકરૂપ, સ્વભાવે સ્વભાવના મેળાપ વિ=મત લીએ=રશ્મીએ કવલ=કાળીઆવેલુ=મેતીના