________________
૨૩૨
આનંદઘનજીનાં પદા
[ પદ
મુદ્દા
વાના ઉદ્દેશ જે દરેક પદ્યમાં સ્પષ્ટ રીતે મતાન્યા છે અને જે ઉપર ઉપાધ્ધાતમાં જણાવ્યા પ્રમાણે સર્વ પદો રચાયલાં છે તેને અંગે આ પટ્ટમાં વિશેષ વાત એ કહી કે સ્વભાવમણુતા પ્રાપ્ત કરવાની ઢ ઈચ્છા કરવા સાથે તેમાં જરા પણ આંતરી રાખા નહિ, તેના ઉપર દૃઢ પ્રીતિ કરો અને સાથે પરભાવરમણુતા દૂર કરશે. તમારી પ્રીતિ એકાંત હશે, ભાવના દૃઢ હશે, સંકલ્પ વિશુદ્ધ હશે તા જે ભાવ સાથે તમે લગ્ન કરવાની ધારણા કરા છે તે તમને જરૂર પ્રાપ્ત થશે, અત્ર સ્વભાવશુદ્ધિ સાથે દૃઢ પ્રેમ કરવાના અને તેમાં જરા પણ કચરો ન શખવાના ઉપદેશ કર્યો છે.
M
પદ્મ પચીશયું, (રાગ–ામગ્રી.)
क्यारे मुने मिलश्ये "माहरो संत सनेही, क्यारे ० संत सनेही सुरीजन पाखे, राखे न धीरज देही.
क्यारे० १
હ સંત પુરૂષો! મારૂં શુદ્ધે સ્વરૂપ મને ક્યારે પ્રાપ્ત થશે? હું સંતા! પ્રેમવાળા સગા સંબંધી વગર આ પ્રાણી ધીરજ (સ્થિરતા) રાખી શકે નહિ.”
ભાવ–આનંઘનજી મહારાજ પાતે ઉપરના પદમાં એક અતિ મહત્વતવાળું સત્ય મતાવી હવે સંતાની પાસે પૃચ્છા કરે છે કે હું સંતા! મારા સ્નેહને ચાગ્ય એ શુદ્ધ આત્મસ્વરૂપ જરા પણ અંતર રાખ્યા સિવાય મને જ્યારે પ્રાપ્ત થશે? જ્યારે અમુક વસ્તુ પ્રાપ્ત કરવા ચૈાગ્ય છે એમ એક વખત પ્રતીતિ થાય ત્યાર પછી મનમાં તે મેળવવા માટે પ્રબળ ઈચ્છા થાય છે અને પછી તે ક્યારે મળશે એવી ઝખના થાય છે. આ સ્થિતિએ જ્યારે આત્મા પહોંચે ત્યારે પછી સંત પુરૂષ પાસે જઈ એ સબંધી પૃચ્છા કરવામાં આવે એ
* માહરા શબ્દ એક પ્રતમા નથી. સતને મલે શાતિ શબ્દ તેજ પ્રતમા આ પતિમા અને બીજી પક્તિમા મૂક્યા છે
૧ કયારેય વખતે. મુનેમને સત=સંત પુરૂષ સનેહી=મારૂ શુદ્ધ સ્વરૂપ સુરીજન=સગા, સ્વજન પાખે=વિરહ, વિના ધીરજ=સ્થિરતા રહી દેહ ધારણ
'
કરનાર, પ્રાણી