________________
૨૧૮ આનદધનજીના પો.
[પદ પણ વાસ્તવિક હકીકત એ છે કે આનદસમૂહમાં પિતાની જ્યોતિને સમાવી દઈ જેમ સમુદ્રમાં પાણીનું બિંદુ પડી સમુદ્ર તુલ્ય થઈ જાય, સમુદ્રમય થઈ જાય, પણ તે ત્યાં છે, વ્યક્તિરૂપે છે અને સાધારણ રીતે સ્વરૂપે તેને અન્ય બિંદુઓથી અભેદ છે પણ વ્યક્તિરૂપે તેને સર્વથા નાશ થતું નથી, તેમ સિદ્ધ અવગાહનામાં તે સ્વરૂપે સર્વ સિદ્ધ સમાન છે અને તેથી સ્વરૂપે અભેદ છે પણ તેની વ્યકિતગત અવગાહના સિદ્ધદશામાં પણ પડે છે અને તે જ અલક્ષ્ય સ્વરૂપની પ્રાપ્તિનું વાસ્તવિક સ્વરૂપ છે
અનુભવરસનું સ્વરૂપ આવા પ્રકારનું છે એમાં વૃત્તિનિરોધ એવા ઊંચા પ્રકારને થાય છે કે અહીં પણ સિદ્ધદશાના અવ્યાબાધ સુખને થાડે વધતે લાભ ધીમે ધીમે મળતું જાય છે અને છેવટે એ દશા પ્રાપ્ત થાય છે. વળી લોકચિ ઉપર એ દિશામાં કમાન રહેતી નથી તેથી અને સાસારિક ભાવે કડવા લાગે છે તેથી મનમાં એક એવી અખંડ શાંતિનું સામ્રાજ્ય ચાલે છે કે એ દશાપર એકવાર પ્રીતિ થયા પછી અન્ય રસની તુછતા જણાય, અન્ય રસ પીવાની વૃત્તિમાં મતિજડત્વ સમજાય અને અન્ય રસના આસ્વાદનને પરભાવરમાણુતા ગણાય. સુમતિ મંદિરે પધારવાથી આવી અનુભવકલિકા જાગ્રત થઈ છે, હવે એ કલિકાને પિષણ આપી વધારવી એ ચેતનાનું કામ છે. ચેતનજી તેમાં ઉદ્યમવંત રહે તે સુમતિ તે ચેતનજીને પિતાનું મંદિર પધરાવી અનુભવરસનું પાન કરાવ્યા કરશે એમાં સંદેહ નથી. પ્રેમને માર્ગ એક સરખા જ છે. વેશ્યા કે કુલાંગના અનુક્રમે મદિરા કે મશાલાદાર દુધનું પતિને પાન કરાવે છે, માયા મમતા રાગદ્વેષ કષાયનું પાન કરાવે છે અને સુમતિ અનુભવરસનું પાન કરાવે છે. હવે આ પાનમાં તમને જે પાન પસંદ આવે તે પીઓ અને તે માર્ગ આદરી તેનાં સરસ વિરસ પરિણામો જે તમે સમજી શકે તેવાં છે તે ચેતનજી ભોગવે તેવી સ્થિતિમાં તેને મૂકે.
-