________________
૨૧૨
આનંદઘનજીનાં પદે.
[પદ જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણને વશ કર્યો એટલે તેની અસર હનિયાપર જેટલી થાય છે તેટલી મારાપર થતી નથી. હું ફકીર! તને તે ન ગમે તે તેને ફેંકી નાખ–પાડી નાખ તું તેના પર આટલું મમતાપણું કરે છે?
ભાવ–આત્માને હવે અનુભવકલિકા જાગ્રત થવા માંડી છે તેની અસર નીચે તે રહ્યો છે. તેને વધારે ચોક્કસ રીતે કામ કરવાની ઘણી મજબૂત એક શિક્ષા અત્ર સુમતિ આપે છે. હે ચેતનાજી! અનુભવજ્ઞાન તમને થવાથી હવે કેટલેક અંશે તમે જન્મ, જરા અને મરયુને વશ કરી લીધાં છે. જન્મ એટલે દુનિયામાં અવતાર–આગમન અને મરણ એટલે એક ભવ સંપૂર્ણ કરી અન્યત્ર ગમન. જન્મ, જરા અને મરણનું ખરેખરું દુખ આ સંસારમાં છે. જમ્યા પછી મરવું ગમતું નથી અને વધારે જીવાય તે ઘડપણુથી શરીર જર્જરિત થઈ જાય છે તેની બીક લાગ્યા કરે છે. પરંતુ અનુભવજ્ઞાન પ્રાપ્ત થવાથી તમારાં જન્મ મરણની તે હવે હદ બધાઈ ગઈ છે અને તેમાંથી કેઈ તમને હવે મળે-તમારી પાસે આવે તે પણ સામાન્ય પ્રાત મનુષ્ય ઉપર તેની અસર જેટલી થાય છે તેટલી તમારા ઉપર થવાની નહિ દુનિયાના સામાન્ય માણસે તે કઈ સબંધીના મરણની વાત સાંભળી રડવા મંડી જાય છે, જન્મની હકીક્ત સાંભળી હર્ષમા આવી જાય છે, વ્યાધિગ્રસ્ત થતાં મરણ સન્મુખ આવશે તે વિચારથી બાવરા બની જાય છે, વૃદ્ધાવસ્થા–ઘડપણ નજીક આવશે એ વિચારથી કચવાવા મંડી જાય છેઆવી રીતે અન્યનાં તેમજ પોતાના જન્મ જરા મરણની હકીકતથી દુનિયા પર જે અસર થાય છે તેવી અસર અનુભવજ્ઞાનના પ્રસંગને લઈને અને હું તમારી સાથે હોવાથી હવે તમને થતી નથી, થવાની પણ નથી કારણકે મારે અને તમારે જન્મ મરણ હવે વશ થઈ ગયાં છે. તેની અસર તમારા અનુભવજ્ઞાનને લઈને તમારાપર અગાઉ જેટલી થવાની નથી અને કદાચ સહજ અસર થાય તે અનુભવ તમને તેનું શુદ્ધ સ્વરૂપ બતાવી દે તેમ છે અને હું તમને અનુભવ સાથે તુરત મેળવી આપું તેમ છું.
હે રા મીયાભાઈ! ચેતનજી! હવે તમને જન્મ મરણ ગમતાં તે નથી તે પછી આટલાં પણ બાકીમાં શા માટે રાખે છે? એને