________________
ગ્રેવીશમુ.]
આનંદધનની અલક્ષ્ય જ્યોતિ.
૨૧૫
કબુલ થઈ શકે એ મહુ સંભવિત જ નથી. આવું વસ્તુસ્વરૂપ સમજી જનારને એક મોટા પ્રશ્નના ખુલાસા થઈ જાય છે, અનેક અગવડા મટી જાય છે અને માર્ગ સીધા અને સરળ થઈ જાય છે. લાકચિ પ્રમાણે કામ કરનારા–પેાતાના મગજને (conscienceને) ક્રૂર મૂકી કામ કરનારા આ જન્મમાં કેટલીક વાર માન પ્રતિષ્ઠા પ્રાસ કરે છે, પ્રથમ ખુશી મેળવી શકે છે, જ્ઞાતિ, કામ કે સમૂહના આગેવાન થાય છે, પણ એમાં અનુભવજ્ઞાનની વાત નથી, આત્માના વિચારની ગંધ નથી, સંસારઅસારતાના વિચારના અવકાશ પણ નથી. એવા અભિપ્રાય ઉપર આ ભવના માની લીધેલા લાભ ખાતર અનેક ભવાને વધારી મૂકવાના વિચારને ભલે સાંસારિક જીવા આદરણીય ગણે પણ સુમતિના મંદિરે પધારનાર મુમુક્ષુ સત્ત્વવતને તે એ હાસ્યાસ્પદ જ લાગે છે.
આવા પ્રકારના અનુભવ કે જેમાં લેકવાદની પણ દરકાર રહેતી નથી તેના રસનું જ્યારે પાન કરવામાં આવે છે ત્યારે તે પ્રાણીને સંસર્ગ વગરના, અસ્થિરતા વગરના, આદિ વગરના, પીડા વગરના, નિરૂપદ્રવ અને સુખકારી શ્રી નાથજીના ભેટા થાય છે. એટલે તે ઉત્ક્રાન્તિ કરતા કરતા એવે સ્થાનકે પહોચી જાય છે કે જ્યાં સંસારની ઉપાધિના સંસર્ગે પણ લાગતા નથી, જ્યાં આત્મસ્વરૂપમાં સ્થિરતા મેરૂપર્વત જેવી નિષ્પ્રકંપ છે, જે સ્થિતિ ક્યારે શરૂ થઈ તે કાઈ જાણી શકતું નથી અને જે સ્થાનમાં કાઈ પણ પ્રકારની માધા— પીડા નથી એવા કલ્યાણ કરનાર અને સુખ કરનાર સિદ્ધ નિરજન દેવ સાથે મેળાપ થઈ જાય છે, તરૂપ થઈ જવાય છે અને સંસારમાં પણ ઉત્ક્રાન્તિ દરમ્યાન તે અચળ અખાધિત સુખની વાનકી મળતી જાય છે. અહીં સર્વ પ્રયાસ કરવામાં આવે છે તેના હેતુ માત્ર સુખપ્રાપ્તિનાજ છે અને આવું અચળ અમાધિત સ્થાન જ્યાં શિવશંક રા નિરંતર માટે મેળાપ થઇ જાય તેને પ્રાપ્ત કરવા માટે ગમે તેટલા ત્યાગ કરવા પડે એ લેાકવાદની દરકાર કર્યાં વગર કરવા ચાગ્ય છે એમ તે સાધારણ સમજવાળા પ્રાણી પણ કબૂલ કરે અને અનુભવરસનું પાન કરનાર આવું સ્થાનક પ્રાપ્ત કરે છે એટલું તે નહિ, પણ અત્ર અનુભવ કરવા માંડ્યા પછી તે સ્થાન પ્રાપ્ત થતાં સુધીમાં