________________
બાવીશમુ આનંદધનના આગમનું અગમ્ય સ્વરૂપ. ૨૦૩ એ સૃષ્ટિકર્તુત્વને સવાલ લગભગ નકામા બનાવી દઈ સૃષ્ટિને અનાદિ માને છે અને વૈશેષિક તથા નિયાયિકે પરમાણુને અનાદિ માને છે ત્યારે બીજાઓ અથવા જે માવા જ તાતલિ યોજાયેલ અલૌકિક વસ્તુઓ (ભાવ) તર્કથી જવી ન જોઈએ એ જવાબ આપી મનુષ્યજ્ઞાનશક્તિની અથવા સ્વજ્ઞાનશક્તિની મર્યાદા બતાવે છે. વિદ્વાને સમજી શકશે કે આ કોઈ જવાબ નથી, પણ જવાબ ઉડાવવાની એક પદ્ધતિ છે. જે એવા સવાલે વિચારવાની જ મના હોય તે પછી નકામી ચર્ચા કરવી એ જ ઉચિત નથી. બાઈબલમાં પણ કહે છે કે “Thus far and no further” તમારી બુદ્ધિ આટલા સુધી જ ચાલશે અને વધારે નહિ. આ તન વિચિત્ર હકીક્ત છે અને મનુષ્યજ્ઞાનને અંકુશિત (સકુચિત) કરનાર તથા તગ્રંથનાં પુસ્તકે બંધ કરાવનાર છે અને તે એમ બતાવે છે કે પિતાની હકીકત સ્થાપિત કરવાની તેની ઈરછા છે પણ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તેની પાસે પૂરતી દલીલ નથી તેથી જ એ જવાબ આપવો પડે છે.
सिद्ध संसारी वितुं नहि रे, सिद्ध विना संसार करता बिन करणी नहि प्यारे,
विन करनी करतार. विचारी० ३ “સિદ્ધના જીવે સંસારી જીવ વગર ન હોઈ શકે અને સિદ્ધ વગર સંસાર નથી તેમ જ કર્યા વગર ક્રિયા નથી સંભવતી અને કિયા વગર કરનાર (સંભવત નથી.)
ભાવસિદ્ધના જીવે સંસારી જીવ વગર હોઈ શકે નહિ, કારણ કે મનુષ્યભવમાં સાધનસંપત્તિ પામી સર્વ કર્મને ક્ષયે કરી સિદ્ધ થવાય છે તેથી સિંદ્ધના જીવ સંસારની અપેક્ષાઓ જ છે અને સર્વ કર્મથી રહિતપણું પ્રાપ્ત થાય તે સિદ્ધદશા સંસારી દશાને અપેક્ષીને જ હોય છે અને તે વગર સંસારી જી કહેવાઈ શકે નહિ. સિદ્ધને જીવ પહેલા કે સંસારી જીવ પહેલા? એ પ્રશ્નને ઉત્તર આપો અશક્ય છે. અરણ્યરસ અવલંબન કરી રહેલા ભાવે એક બીજાને લઈને જ હયાતી ધરાવે છે અને તેથી બન્નેને અનાદિ ભાવ પ્રાપ્ત થાય છે.
૩ કરણીડિયા કરતા કર્તા, કરનાર