________________
૨૦૪ આનંદઘનજીના પદે.
[પદ તે જ પ્રમાણે કરનાર નગર ક્રિયા નથી અને ક્રિયા વગર કર્તા નથી. કોઈ પણ કામ કરનાર જીવ હવે જોઈએ અને તે કર્મ કરવાને પ્રેરનાર–તે સ્થિતિ વ્યવહારૂ રૂપમાં લાવનાર પૂર્વ કર્મ દેવું જોઈએ. શુદ્ધ દશામાં તે આ જીવ કાંઈ કર્મ કરતા નથી ત્યારે આ જીવ સાથે પ્રથમ કર્મ કેવી રીતે લાગ્યું, જ્યારે લાગ્યું, શા માટે લાગ્યું તે વિચારે. એમ પશ્ચાત પશ્ચાત્ વિચાર કરતાં કર્મ કરનાર જીવ અને તે કરવાને પ્રેરનાર પૂર્વ કર્મ એમ અનાદિ ભાવ પ્રાપ્ત થશે. શુભાશુભ કરણી એ કર્મબંધને હેતુ તેને અને કર્મને અનાદિ લઈએ અને તેના કરનાર છવને પણ અનાદિ લઈએ ત્યારે જ છેવટે નિરાકરણ પ્રાપ્ત થાય છે. ખાણમાં પડેલ સુવર્ણ પ્રથમ કે તેને લાગેલ માટી પ્રથમ એ પ્રશ્ન જ લગભગ મિથ્યા છે. એક બીજાને અવલંબીને જ તે રહેલા છે અને તે એક બીજાની સહાનુવૃત્તિ અને પૂર્વ અવસ્થા સૂચવતા હવાથી છેવટે અનાદિ ભાવ પ્રાપ્ત થાય છે. જે વસ્તસ્વરૂપમાં આવે ઊંડ ભાવ હોય તે એકલા બુદ્ધિબળથી વિચાર કરનાર ક્યાં સુધી વિચારી શકે એનાં વિશેષ દષ્ટાંતે હજુ પણ જઈએ.
जामन मरण विना नहि रे, मरण न जनम विनास; 'दिपक वीर्नु परकाशता प्यारे,
विन दीपक परकाश. विचारी० ४
જન્મ મરણ વગર નથી અને મરણ ન હોય તે જન્મ કે વિનાશ થતો નથી, દીપક પ્રકાશતા વગર હોતે નથી અને દીપક વગાર પ્રકાશતા નથી.”
ભાવ-જનમ મરણ વગર નથી અને મરણ વગર જન્મ નથી. અમુક છવને અહીં જન્મ થયે તે તેને આગામી મરણને ભાવ સૂચવે છે; નહિ તે જન્મ શબ્દની જ ઘટના થતી નથી અને મરણ જન્મને સૂચવે છે. જન્મ પહેલાં જે મરણ ન હોય તે જીવ આવ્યો
૧ “બીનું દિપક પ્રકાશ નહિ, દિપક બીનું પરકાશ એવા પાઠાંતર એક પ્રતિમા છે અર્થ એક જ છે.
૪ નામન= જન્મ વિકાસ વિનાશ અથવા વિન્યાસબતાવવું તે, સ્થાપન કરવું તે