________________
બાવીસમું.] આનંદધનના આગમનું અગમ્ય સ્વરૂપ. ૨૦૫ કયાંથી? શા માટે આવ્યે! કેની પ્રેરણાથી આ? અમુક જગાએ જ આવવાનું અને અન્યત્ર નહિ જવાનું કારણ શું? તેવી જ રીતે મરણદશા જન્મને સૂચવે છે. એ પ્રમાણે પૂર્વ ભાવ લેતાં લેતાં છેવટે કયાં અટકવું એને વિચાર કરો.
તે જ પ્રમાણે દીપક વગર પ્રકાશપણું પ્રાપ્ત થતું નથી. એક દીપક થાય ત્યારે તેના સહાનુભાવ તરીકે પ્રકાશ થાય છે. પ્રકાશ દીપકની સાથે જ હોય છે. એમાં કહેવાની મતલબ એમ નથી કે દીપકથી જ પ્રકાશ થઈ શકે, રત્નાદિકનો તથા સૂર્યના પ્રકાશ દીપક વગર થાય છે, પણ આપણે દીપક પાસે બેઠા હોઈએ ત્યારે દીપક થાય તેની સાથે જ પ્રકાશ થાય છે તેથી પ્રકાશભાવ અને દીપકનું અસ્તિત્વ સાથે જ છે. એક બીજાને અવલંબીન રહેલ હોવાથી એમાં પૂર્વ પશ્ચાત ભાવ નથી, અનાદિ પ્રવાહથી તેઓને એ પ્રકારને સબંધ ચાલ્યા આવે છે. દીપક પહેલા અને પ્રકાશ પછી એવી સ્થાપના થઈ શકશે નહિ એમ અત્ર કહેવાને ભાવાર્થ છે.
આવી રીતે કુકડી અને તેનાં ઇંડાં તથા જન્મ અને મરણનાં દાતે અતિ સ્થળ છે તેમજ ડુંડા અને બીજનું માધ્યમ દષ્ટાંત તથા કાળાપેક્ષયા રાત્રિ દિવસનું દષાંત, જન્મ મરણનું દૃષ્ટાંત અને સિદ્ધ સંસારીનું દષ્ટાંત તથા તકૌધિન આધાર આધેય, ક્રિયા કર્તા અને દીપક પ્રકાશનાં દાતે વિચારી તમે વરતુસ્વરૂપ પર ખ્યાલ કરી અને પછી જુઓ કે જૈન આગમ કેવાં અગમ્ય અને અથાગ છે, જૈનશાસ્ત્રકાર આ અન્યોન્ય (પરસ્પર) અવલંબી ભાવને કેવી સ્યાદ્વાદ નયગર્ભિત રીતે પ્રત્યુત્તર આપી નિર્ણય બતાવે છે તે હવે વિચારે.
आनंदघन प्रभु वचनकीरे, परिणति धरी रुचिवंत शाश्वतभाव विचारते प्यारे,
'खेलो अनादि अनंत. विचारी०५ ૧ “ખેલે એ પણ પાઠ છે
૫ આનંદઘન આનંદરાશિ જિનેશ્વર ભગવાન પરિણતિ તન્મય મતિ ધરી ધારણ કરી સચિવત આસ્થાવત, ભવ્ય છ શાશ્વત ભાવ ત્રણ કાળમા છે છે ને છે તે ભાવ, સર્વ કાળ સ્થાયી ભાવ ખેલ રમણ કરે