________________
૨૦૨
આનદયનના પદે.
પદ निसि वीन *दिवस घटे नहि प्यारे
दिन विन निसि निरधार. विचारी० २ બી વગર હુયું કે વૃક્ષ ઉગી શકતું નથી અને ડુંક વગર કે વૃક્ષ વગર બી થતું નથી. રાત્રિ વગર દિવસ ઘટમાન થતું નથી અને દિવસ વગર રત્રિને નિરધાર થઈ શકતું નથી.”
ભાવ-એવી જ રીતે તમે વસ્તુસ્વરૂપ વિચારશે તે ડંડા વગર કે વૃક્ષ વગર બીજ (બી) પ્રાપ્ત થઈ શકશે નહિ અને બીની પ્રાપ્તિ વૃક્ષ વગર થઈ શકશે નહિ. સામાન્ય રીતે આપણે કેરી લઈએ તે કેરીની ગોટલી કેરીને સદ્દભાવ અને તે આંબાને સદ્ભાવ સૂચવે છે અને આંબી ગોટલી વગર ઉગી શકતા નથી. ત્યારે અરસપરસ બીજ અને વૃક્ષને તેમજ ધાન્ય અને હુડાને સંબધ એ છે કે એક વગર બીજાનું અસ્તિત્વ અસંભવિત છે. એમાં વૃક્ષની ઉત્પત્તિ પ્રથમ કે બીજની ઉત્પત્તિ પ્રથમ એ ગમે તેટલી દલીલથી કહેવાને પ્રયત્ન કરવામાં આવે પણ તેમાં નિષ્ફળતા જ પ્રાપ્ત થશે.
તેવી જ રીતે દિવસ રાત્રિની અપેક્ષાઓ છે અને રાત્રિ દિવસની અપેક્ષાએ છે. રાત્રિ ક્યારે કહી શકાય કે તેની પહેલા દિવસ થઈ ગયે હાય અને રાત્રિની અગાઉ થયેલા દિવસને દિવસ સંજ્ઞા ત્યારે જ આપી શકાય કે તેની પહેલાં રાત્રિ થઈ ગઈ હોય. તે વિના દિવસ અને રાત્રિની ઘટના થઈ શકતી નથી. એક બીજાની ઉપર આધાર રાખતી વસ્તુઓ પૈકી એકની વિવક્ષા અન્યની પૂર્વાવસ્થા સિદ્ધ કરે છે. તેથી રાત અને દિવસ એ કાળની અપેક્ષાએ પરસ્પર એવી રીતે અવલંબન કરીને રહેલા છે કે એ બેમાંથી પ્રથમ કેણુ અને પશ્ચાત કેણુ એ કહી શકાય તેમ નથી. એ દલીલને પૂર્વ પૂર્ણ રીતે પાછી લેવાથી છેવટે અનવસ્થા પ્રસંગ આવે એટલે ઋષિકતતવને સિદ્ધાન્ત આપેઆપ પડી ભાંગે છે અને તેટલા માટે ન્યાયની દલીલ સમજાવનાર તર્કવાદીઓ અને ખાસ કરીને મીમાંસકો તથા વેદાન્તી
* દિવસને બદલે “વોસ એ પાઠ છે તેને અર્થ પણ દિવસ છે
૨ ભુરટાડુડા, પોંખ, સામાન્ય રીતે વૃક્ષ વિશેષ કારાણીને, વગર નિસર રાત્રિ, નિરધર નિર્ણય