________________
આવીશકું.] આનંધનના આગમનું અગમ્ય સ્વરૂપ.
૨૦૧
પ્રમાણે શાશ્વત ભાવ આપણે કબૂલ કરીએ ત્યારે જ તેનું ખરૂં સ્વરૂપ ખ્યાલમાં આવે છે.
અથવા પ્રથમ પંક્તિના ખીજી રીતે પણ અર્થ સુગમ્ય છે. અર્ધા ભાગ વગર કોઈ વસ્તુ અર્ધી થઈ શકતી નથી એટલે અર્ધ ભાગ ન હાય તા વસ્તુ અર્ધ પણ ન હાય. દાખલા તરીકે પ્રદેશ કે પુદ્ગલ પરમાણુ અવિભાજ્ય છે તેના અર્ધો ભાગ પણ થઈ શકતા નથી તે તે અડધા પણ થઈ શકતા નથી.
તેવી જ રીતે કુકડી વગર ઇંડું થઈ શકતું નથી અને ઈંડા વગર કુકડી થઈ શકતી નથી. કુકડીના જન્મ ઈંડામાંથી થાય છે અને ઇંડું કુકડીના પેટમાંથી જ નીકળે છે, ત્યારે સવાલ એ થાય કે પ્રથમ ઇંડું કે પ્રથમ કુકડી ? આ વાતના નિવેડા કરવા જોઈએ. એ વાતના નિવેડા કરતાં પાછળ પાછળ ચાલ્યા જતાં નિકાલ આવી શકશે નહિ, કારણુ એક વગર ખીજાના સંભવ થતા નથી. જ્યારે જૈન આગમદર્શિત શાશ્વત ભાવ વિચારવામાં આવે ત્યારે જ આ સવાલના નિર્ણય થઈ શશે. જે સૃષ્ટિની આદિ અને તેને ઈશ્વરકૃત માને છે તેને આ સવાલ પૂછતાં તે ઘુંચવાઈ જાય છે. સમગ્ર વસ્તુઓ શેમાંથી બનાવી ? એ સવાલના પ્રત્યુત્તર આપતાં અટકી પડે છે. ચેતન જડને નીપજાવી શકે નિહ અને પરમાણુમાં ચલન થવારૂપ ઈચ્છાના જન્મ-ઈશ્વરથી સૃષ્ટિના જન્મ જે માને છે અને તેના દ્વચક્ષુક મ્યણુક આઢિ થયા એસ માની છેવટે કપાટ અને વસ્તુઉત્પત્તિ માને છે તે પણ પરમાણુની ઉત્પત્તિ ક્યાંથી થઈ તેના નિકાલ કરી શકતા નથી. તે પરમાણુ તે પ્રથમ હતા એમ માની આગળ ચાલે છે પણ પરમાહ્યુના મનાવનાર કાઈને તે બતાવી શકતા નથી. આ સવાલના જવામ જૈનશાસ્ત્રકાર અનાદિ ભાવ બતાવીને આપે છે. જેમ કુકડી અને ઈંડાના દ્રષ્ટાંતથી સવાલ પૂછ્યો તેમ બીજા સવાલ મુશ્કેલી બતાવવા માટે હવે પછી પૂછે છે અને તે સર્વના જવામ છેવટની ગાથામાં આપે છેતે ખરાખર વિચારી લેવા.
सुरटा बीज विना नहिरे, बीज न भुरटा टार;
'