________________
બાવીશી આનંદધનના આગમનું અગમ્ય સ્વરૂપ. ૧૯૯ રીતે બે રસ્તા હેઈ શકે. એક બુદ્ધિશાળી માણસ પિતાની વિચારશક્તિ-તર્કશક્તિ દોડાવી અનુભવગોચર વસ્તુઓનું વરૂપ કલ્પ અને બીજું દિવ્ય જ્ઞાનથી જે મહાત્માઓ સ્વરૂપ બતાવી ગયા હોય તેને ધ્યાનમાં લઈ પોતે સ્વરૂપ સમજવા યત્ન કરે. મહાત્માઓ દિવ્ય જ્ઞાનબળથી વસ્તુ સ્વરૂપ બતાવી ગયા છે તેને અનુસરવામાં સ્વતંત્ર વિચારને રાધ થાય એમ લાગે છે તેથી ઘણીવાર પિતાની બુદ્ધિને વસ્તસ્વરૂપ સમજવામાં આગળ કરવાને ભાવ થઈ આવે છે. એવી રીતે સ્વતંત્ર વિચાર કરતાં બહુ પ્રકારની મુશ્કેલીઓ આવે છે તે અત્ર બતાવે છે. વસ્તુસ્વરૂપ જિનેશ્વર ભગવાને પિતાના દિવ્ય જ્ઞાનથી બતાવ્યું છે. તે પ્રમાણે અનાદિ ભાવ સમજ્યા સિવાય અન્ય પ્રયાસ કરવામાં કેવાં ગોથાં ખાવાં પડે છે તે અત્ર સ્પષ્ટ રીતે બતાવે છે. અનેક વિચાર કરનારાઓ વસ્તુ સ્વરૂપ સમજવા યત્ન કર્યા કરે છે અને અત્યાર સુધી અનેકે પ્રયત્ન કર્યો છે તેમાં છેવટે ઈંચ આવ્યા વગર રહી નથી. તેમાં શું કેવા પ્રકારની આવે છે તેનું સાધારણ સ્વરૂપ અત્ર બતાવે છે. આ પદ આનંદઘનજી મહારાજ પિતે જ બોલે છે એમ સમજવાનું છે. એને લય અતિ ઉદાત્ત અને ભાવ ગંભીર છે.
હે નાથ! માત્ર તર્કશક્તિથી અનુમાન પ્રમાણુપર વિચાર કરનાર શું વિચાર કરી શકે? કેટલે વિચાર કરી શકે? ક્યાં સુધી વિચાર કરી શકે? જે આગમપ્રમાણુ ધ્યાનમાં લઈ તેને અનુસરે તે તે તેને પણ સત્ય સ્વરૂપ દીધે પ્રયત્નથી સમજાય, કારણુકે તારાં આગમાં કાંઇ સામાન્ય નથી, તે પણ અતિ અગમ્ય-સામાન્ય બુદ્ધિથી ન જાણી શકાય તેવાં અને અપાર–જેનો પાર ન પામી શકાય તેવાં છે. એમાં એક તર્કશક્તિ-મહા પ્રષ્ટિ ચાલી શકે તેમ નથી. તારે આગમસમુદ્ર અતિ ગંભીર અને ઊંડે છે. એમાં સાધારણ રીતે ચાંચ ખુંચવી મુશ્કેલ છે, એને સાધારણ બુદ્ધિથી પાર પામ મુશ્કેલ છે, તે પછી તેની મદદ વગર માત્ર બાહ્ય દૃષ્ટિથી પિતાની બુદ્ધિ પ્રમાણે વિચાર કરનાર માણસો આગમને પાર પણ કેમ પામી શકે અને તારં સ્વરૂપ અને સ્વસ્વરૂપ પણ કેમ સમજી શકે?
આગમ અપાર છે. તેનું કારણ એટલું છે કે એક દષ્ટિવાદ