________________
એકવીસમું.] શુદ્ધ ચેતનજીનું અગમ્ય સ્વરૂ૫. ૧૭ અનુભવજ્ઞાન કહે છે. એમાં કહેવા સાંભળવાથી કોઈ પત્તો ખાય તેવું નથી. આ ચેતનજી સંબંધી જ્ઞાન પણ અનુભવગોચર છે તેથી તેનું જ્ઞાન પ્રાપ્ત કરવું, તેના અંશો સમજવા, વિચારવા અને પરસ્પર સ્ટાવવા એ જ તેના જ્ઞાનને તેને પ્રાપ્ત કરવાને પરમ ઉપાય છે. એની અમે થોડી થોડી નિશાની બતાવશું તેથી તમને કાંઇ વિશેષ ધ થશે નહિ. માટે જે તમારે પૂરેપૂરું તેનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે એનું સર્વ અંશગ્રાહી પ્રમાણજ્ઞાન પ્રાપ્ત કરે અને એમ કરતાં કરતાં જ્યારે તમને સ્વયમેવ અનુભવ જાગશે ત્યારે તમે તેને પૂરે સમજશે.
છતાં તમારે ચેતનની નિશાની જાણવી જ હોય તે હું તમને કહું છું તે સાંભળે. તે આનંદઘન મહાત્મા છે, સર્વ આનંદના રાશિ છેસમૂહ છે. આનંદનું સ્વરૂપ પણ તમારે સમજવા ચગ્ય છે. જેને તમે આનંદ સમજે છે તેમાં કોઈ આનંદ છે જ નહિ. દ્રવ્યપ્રાતિ, પુત્રપ્રાપ્તિ, સ્વાદિષ્ટ ભેજન કે ઇન્દ્રિયના અન્ય વિકારેનું સેવન, એમાં ભેગવતી વખતે પણ કોઈ પ્રકારને આનંદ નથી, ભેગવ્યા પછી પણ આનંદ નથી અને એના પરિણામમાં પણ આનંદ નથી. એ તે જેમ ખસ (ખુજલી) થઈ હોય અને તેને ખણવાથી આનંદ માનવામાં આવે છે તેના જેવું ઇન્દ્રિયજન્ય સુખ છે, તત્વતઃ એમાં કોઈ પ્રકારના આનંદ નથી. એને બદલે તમે એક પુસ્તક વાંચતા હશે કે ગણિતનું મનેયન સાધ્ય કરતા હશે તે વખતે કોઈ નવીન સત્ય સમજાતાં તમારા મનમાં જે આનંદ આવશે તે તમને ઇંદ્રિયભેગના આનંદ કરતાં વિશેષ લાગશે વ્યાખ્યાનમાં નવીન સત્ય સાંભળ્યા પછી બે ચાર કલાક તેની મીઠાશ લાગ્યા કરશે, સામાયિકમાં પ્રાપ્ત થતું અપૂર્વ જ્ઞાન કે ધ્યાન મહિમા તમને ઘણા દિવસો સુધી મસ્ત બનાવશે. આ ખરા આનંદની વાનકીઓ છે. એમાં-નિરંતરના આનંદમાં–સ્વરૂપમાં મગ્ન રહેવું એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, આદરવા યોગ્ય છે, અનુભવવા લાયક છે. આટલી નિશાની છેવટે આત્માની બતાવી તે પ્રાપ્ત કરવાની ભલામણ કરે છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા ભલામણ કરે છે, અને મહું કહેતા સાંભળવાની વાત ઘર મૂકવાની ભલામણ કરે છે.
આખા પદ આશય એક મુદ્દા ઉપર જ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત