________________
૧૯૬
આદધનજીના પ.
જ્ઞાન અને સચ્ચારિત્રને સાધવાથી સંપૂર્ણ અવિનાશી, નિષ્કલંક, અસહાય, અપ્રવાસ, સ્વગુણ, નિરાવરણ, સ્વકાર્યપ્રવૃત્ત, અક્ષર, અવ્યાખાધ સુખમય સિદ્ધતા નીપજાવે છે. આ પ્રમાણે આત્મા સંબધી પ્રમાણુક્સાન શ્રીનયચકસાર ગ્રંથમાં દેવચંદ્રજીએ બતાવ્યું છે. એને વધારે વિસ્તાર અનેક ગ્રંથોમાં છે જ્યાંથી તે વાંચી વિચારી જે. એ વિષય સૂકમ દષ્ટિએ મત કરાગ્રહ મૂકીને સમજવા ચે છે અને તે જ તે સમજી શકાય તેમ છે.
अनुभवगौचर वस्तुकोरे, जाणवों यह इलाज कहन सुननको कछु नहि प्यारे, . आनंदघन महाराज.
નિરાની જ અનુભવથી જાણી શકાય તેવી વસ્તુને જાણવી એ જ (તેને સમજવાને) ઉપાય છે, એમાં કહેવાનું કે સાંભળવાનું કાઈ નથી. એ આનંદરાશિ મહાત્મા છે.”
ભાવ-તમે આત્માની નિશાની પૂછે છે, પણ હું તમને એ શું બતાવું? તમને ટુકામાં કહું છું તે સાંભળે. જે કોઈ વસ્તુ અનુભવથી જાણું શકાય તેવી હોય છે તેનું જ્ઞાન કરવું એ જ તેની નિશાની છે અને એ જ તેને જાણવાનો ઉપાય છે. અનુભવજ્ઞાન એ ઇક્રિયાથી જાણી શકાય તેવું નથી, મતલબ આંખે જોઈ શકાય તેવું અથવા કાને સાંભળી શકાય તેવું તે જ્ઞાન નથી, તેમ જ જાણનારા માણસે વચનથી તેને સંપૂર્ણ અંશે કહી શકે તેવું પણ તે જ્ઞાન નથી. વાત એમ છે કે એ વસ્તુનું સ્વરૂપ નિશાની બતાવવાથી કે ઉપર ઉપરની વાત કરવાથી પ્રાપ્ત થઈ શકે તેવું નથી, એને પ્રાપ્ત કરવાને ઉપાય તે તેનું જ્ઞાન મેળવવું એ જ છે. જ્યારે અશગ્રાહી જ્ઞાન ઉપરથી પ્રમાણસાન થાય ત્યારે પછી અંદરથી સ્વયમેવ જ્ઞાન પ્રકટ થાય છે અને તે જ્ઞાનને
* જુઓ પ્રકરણ રના ભાગ પેલે પણ ૨૪૯ 1 યહ અથવા દહ અને પાડે છે અર્થ એક જ છે.
૫ ગૌચત્રતા ઈહ અથવા ચહએ કહન=કહેવાનુ સુનસાભળવાનું. કક્ષાઇ
-
-