________________
૧૯૪. આનંદઘનજીનો પો.
[પદ આગમસાર ગ્રંથમાં મુનિ દેવચંદ્રજીએ સિદ્ધ શબ્દની સાતે નયે. વ્યાખ્યા કરી છે તે વિચારવા ચગ્ય છે. તેઓશ્રી લખે છે કે “ગમનને મતે સર્વ જીવ સિદ્ધ છે, કેમકે સર્વ જીવના આઠ રૂચક પ્રદેશ સિદ્ધ સમાન નિર્મળ છે. સંગ્રહનય કહે છે કે સર્વ જીવની સત્તા સિદ્ધ સમાન છે. આ નયવાળાએ પર્યાયાર્થિક કરીને જે કર્મ સહિત અવસ્થા હતી તે ટાળીને દ્રવ્યાર્થિન કરીને તેની અવસ્થા અંગીકાર કરી. વ્યવહારનયવાળો કહે છે કે જે વિદ્યાલશ્વિગુણે કરી સિદ્ધ થયે તે સિદ્ધ. આ નયવાળે બાહતપ પ્રમુખ અંગીકાર કર્યો. સજીસૂત્રનયની અપેક્ષાએ જે પિતાના આત્માની સિદ્ધપણુની દશા ઓળખે છે અને જેને જ્ઞાનને ઉપગ સતેજ વર્તે છે તે જીવ સિદ્ધ જાણવા આ નયની અપેક્ષાએ સમકિતી જીવને સિદ્ધ સમાન કહ્યો. શબ્દનચના મત પ્રમાણે જે શુદ્ધ શુકલધ્યાનના પરિણામે તે હોય તેને સિદ્ધ કહેવાય છે. સમભિરૂઢ નયના મત પ્રમાણે જે કેવળજ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાતચારિત્રાદિ ગુણ સહિત હોય તેને સિદ્ધ કહી - શકાય. આ નયના મત પ્રમાણે તેરમા અને ચૌદમા ગુણ સ્થાનકે વર્તતા જીવ સિદ્ધ કહી શકાય. એવંધ્યતનયના કડવા પ્રમાણે જેનાં સકલ કર્મ ક્ષય થઈ લેાકાતે વિશજમાન હેઈ અષ્ટ ગુણસંપન્ન હોય તેને જ સિદ્ધ કહી શકાય.”
આવી રીતે આત્મા તે સર્વાગી છે, તે પિતે સર્વ નયને સ્વામી છે, સર્વ નય તેમાંથી ઉત્પન્ન થાય છે, સર્વ નયનું સ્વરૂપ તે સમજાવે છે અને તે સર્વ નયે વિદ્યમાન છે પણ એક નયથી તેનું સ્વરૂપ સિદ્ધ થતું નથી. દરેક નીચે તેને જોઈએ અને દરેકટષ્ટિબિંદુ ધ્યાનમાં રાખીએ તે જ તેનું ખરું સ્વરૂપ સમજવાનું બની શકે તેમ છે.
આ દુનિયામાં જેટલી ધર્મની લડાઈ છે તેટલી નયવાદને લઈને થાય છે. દરેક ધર્મવાળા એક સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખી તે દૃષ્ટિબિંદુથી આત્માને જોયા કરે છે અને તે મત સ્થાપન કરે છે. કમનશીબે તે વખતે અચદષ્ટિબિંદુથી તેને જોવાનું કહેવામાં આવે છે તે તેના ધ્યાનમાં આવતું નથી અને પરિણામે વાદવિવાદનું કારણ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી નયજ્ઞાન હેઈસ નયની અપેક્ષા ધ્યાનમાં રહેતી નથી અને તેથી પ્રમશુરાનપર લક્ષ્ય જતું નથી ત્યાંસુધી કહિ પણ એનું સત્ય પ્રાપ્ત થતું