________________
એકવીશમુ] શુદ્ધ ચેતનનું અગમ્ય સ્વરૂ૫.
૧૯૩ ભાવ અને અરૂપીભાવ એકી વખતે હાજર હોવાથી તપેક્ષા આત્માને રૂપારૂપી કહી શકાય. - આત્માના આઠ રૂચક પ્રદેશ સિદ્ધ જેવા હમેશાં હોય છે-શહે છે, તેથી સંગ્રહાયની અપેક્ષાએ આત્માને સિદ્ધસ્વરૂપી કહી શકાય, તેમ જ તે જ દષ્ટિથી તેને શુદ્ધ સનાતન પણ કહી શકાય. તે જ સંગહનયની અપેક્ષાએ તથા સમણિરૂઢનયની અપેક્ષાએ ચેતનને નિય અને અબાધિત પણ કહી શકાય.
સંસારદશામાં કામવૃત્ત આત્માનો જન્મ મરણ થાય છે તે તેને ઉત્પાદન અને વ્યય છે અને તે વ્યવહાર અને વિશેષગ્રાહી ગમનચની અપેક્ષાએ છે તે ઉપર બતાવ્યું છે.'
બાજુસૂવનયવાળા અતીત અને અનાગત કાળની અપેક્ષા ન કરે પણું વર્તમાન કાળે જે વરતુ જેવા ગુણે પરિણમે-વર્ત તે વસ્તુ તે જ પરિણામે માને. મતલબ આ નય પરિણામગ્રાહી છે. એ નયવાળા સિદ્ધને સિદ્ધ કહે પણ અન્યને ન કહે
શબ્દનયની અપેક્ષાએ એલીએ તે શખમાં ફેર નથી. એક શબ્દના અનેક પચે હોય તે સર્વને શબ્દનયવાળા એક જ અર્થના માને છે, તે નયની અપેક્ષાએ પર્યાયભેદને ભેદ નથી અને તેથી રૂપી અરૂપી એ તફાવતને નયવાળા સ્વીકારતા નથી. આથી ઉલટી રીતે સમભિરૂઢનયવાળા દરેક શબ્દને તેના જુદા જુદા અર્થમાં જ માને છે તેથી આત્મા, ચેતન, જીવ વિગેરે શબ્દને પણ જુદા જુદા પર્યાયવાચી સમજી તેના પૃથક્ પૃથક્ અર્થ કરે છે. એવંભૂતનયવાળે જે સમયે જે ક્રિયા ચાલતી હોય તે સમયે તે ક્રિયાથી તે ક્રિયાયુક્ત માને છે, ક્રિયાને તેના કરનાર સાથે જોડી દે છે અને તેથી ચંડાળનું કામ કરનાર આત્માને તે ચંડાળ કરી બોલાવે છે અને સાધુની ક્રિયા કરનારને સાધુ માને છે. બાજુસૂત્રનયવાળા વર્તમાન ગુણ જુએ છે ત્યારે એવૈભૂતનયવાળા વર્તમાન ક્રિયા જુએ છે. નવયવૃત્તિમાં સામાયિકના વેશે બેઠેલાને સામાચિકવાળો કહે છે, ગૃહસ્થના વેષમાં સાધુ જેવું વર્તન રાખનાર પણુ ગૃહસ્થનાં કાર્યો કરનારને રજીસૂત્રનયવાળા સાધુ કહે છે ત્યારે એવંભૂતનયવાળા ગૃહસ્થ કહે છે.
૧૩