________________
એકવીશયું.] શુદ્ધ ચેતનજીનું અગમ્ય સ્વરૂપ.
૧૯૧
અખાષિતપણામાં વાંધો આવે છે. અનાદિ કાળથી સિદ્ધ હાય તા તેનામાં નિત્ય અને દુઃખ રહિતપણું કે જે સનાતન સિદ્ધત્વના ગુણા છે તેમાં દોષ આવે છે. સિદ્ધ થયા પછી તે દશામાં તે નિત્ય રહેવા જોઈએ અને ઉપજવું વિષ્ણુસવું તે અનિત્યત્વ બતાવે છે તેથી તેમ જ સિદ્ધદશામાં ખાવા પીડા રહિતપણું હોવું જોઇએ અને ઉત્પત્તિ વિનાશમાં તા ખાધા પીડાના સંભવ સ્પષ્ટ રૃખાય છે તેથી આત્માના જ અભાવ થઈ જાય. માટે આ ચેતનને સિદ્ધ સનાતન એકાંતે કહેવા જઈએ તે તેમાં પણ વાંધા આવે છે. ત્યારે હવે ચેતનજીને રૂપી,અરૂપી, રૂપારૂપી, સિદ્ધ સ્વરૂપી કે યુદ્ધ સનાતન એકાંતે કહી શકાય તેમ નથી, તેનું સ્વરૂપ અતાવવું મુશ્કેલ છે, તેનું સ્વરૂપ સમજાવવું મુશ્કેલ છે એમ સિદ્ધ થયું. सर्वांगी सव नय धणीरे,
4
माने सब परमान नयवादी पल्लो ग्रही प्यारे, करे लराइ ठान.
निशानी० ४
“(ચેતન) સર્વ રૂપે છે, સર્વે નયના સ્વામી છે. પ્રમાણજ્ઞાન સર્વે અંશે (વસ્તુને) માને છે; ત્યારે નયજ્ઞાનવાળા એક અશ હાથમાં લઈને લડાઈનાં સ્થાનક ઉપજાવે છે.”
ભાવ ઉપર પ્રમાણે ચેતનજીનું સ્વરૂપ કહેવામાં કેટલી અગવડ આવે છે તે ખતાવી. હવે તેના બહુ મુદ્દાસર ખુલાસા કરે છે. એ ચેતનજી સર્વે રૂપે છે અને સર્વે નયના સ્વામી છે. જે એને પ્રમાણુજ્ઞાનથી સમજવા પ્રયત્ન કરે તે તેનું સ્વરૂપ સમજી શકે છે, પણ જે તે એક નયને લઈને તેને સમજવા જાય તે તેનું સ્વરૂપ કહિ સમજવાના નથી. દાખલા તરીકે ઉપર રૂપી અરૂપી વગેરે નિશાની ખતાવવામાં જે મુશ્કેલી આવી તે નયવાદને લઈને આવી છે તે આપણે હવે પછી જોશું, પણ જો તેને પ્રમાણજ્ઞાનથી સર્વે નયની અપેક્ષા ધ્યાનમાં લઈને વર્ણવવામાં આવે તા લડાઇનું સ્થાન કઢિ પણ પ્રાપ્ત થશે નહિ.
૧ પરમાનને બદલે બે મતામા પરવાન' શબ્દ લખે છે
૪ સર્વાંગી સર્વ કપે ધણીસ્વામી પરમાન=પ્રમાણજ્ઞાન નયનાદી=નયજ્ઞાનવાળા પલ્લાડ, અંશ લરાડાઈ માનસ્થાનક.