________________
આનંદઘનજીનાં પ.
[પદ
सिद्ध सनातन जो कहुं रे, उपजे विणसे कोण उपजे विणसे जो कहुं प्यारे,
नित्य अबाधित गौन. निशानी०३ બચતન) અનાદિ કાળથી સિદ્ધ છે કૃતાર્થ છે એમ કહું તે પછી જન્મ પામે છે, વિનાશ પામે છે તે કેશુ? જે તે ઉપજે છે, * વિનાશ પામે છે એમ કહું તે તેના નિત્યપણુનો અને અબાધિતપણને લેપ થઈ જાય છે
ભાવચેતન સિદ્ધ સનાતની છે, અનાદિ કાળથી કૃતાર્થ છે, તેણે પિતાનું કાર્ય સાધી લીધું છે, તેને હવે કઈ કામ કરવાનું બાકી રહ્યું નથી એમ જે તેના સંબંધમાં કહું તે તેમાં પણ કેટલાક વિરોધ આવે છે. જે એનાં સર્વ કામ થઈ ગયાં હોય, એ કૃતકૃત્ય થઈ ગયેલ હોય તે આ સંસારમાં જન્મ મરણ કેણુ પામે છે? જે કૃતકૃત્ય થઈ ગયા હોય, સિદ્ધદશામાં સ્થિત થયા હોય તેને દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક ગતિમાં રખડપટ્ટી થવાનું સંભવે નહિ. નિજ ગુણમાં રમણુતા કરી જ્ઞાનાનંદમાં સ્થિરતા લાવી એકજ સ્થાને સ્થિત થયેલા હેય તે જ સિદ્ધ કહેવાય, એનાં સર્વ કાયો થઈ ગયાં કહેવાય અને આ ચેતનજી તે ઉરચ નીચ ગેત્રમાં રખડે છે, સુરૂપ કુરૂપ થાય છે, ધનવાન નિધન થાય છે, કીર્તિવંત અને અપયશને ધારણ કરનાર થાય છે વિગેરે અનેક ભાવે ધારણ કરે છે, અનેક જગાએ ઉપજે છે, મરે છે. વળી ઉપજે છે, વળી મરે છે. આ સર્વ સિદ્ધને ઘટે નહિ, માટે આ ચેતનજીને સનાતન સિદ્ધ કહેવામાં અનેક જાતને પ્રત્યક્ષ વિરોધ આવે છે. આ જન્મ મરણ પ્રત્યક્ષ આપણે દેખી શકીએ છીએ તેથી આ ચેતનજીને સિદ્ધ સનાતન કહેવામાં પણ વિચાર થઈ આવે છે.
વળી કદાચ આ ચેતન સિદ્ધ સનાતન છે છતાં પણ ઉપજે છે અને વિનાશ પામે છે એમ કહ્યું તે પછી તેના નિત્યપણુમાં અને
૩ સિદ્ધાર્થ સનાતનજીને, પુરાણો નિત્ય નિત્ય, નિરતર હેવાપણું અબાધિત અબાધિતત્વ, દુપરહિતપણુ ગીન લાપ