________________
૧૮૮ આનંદઘનજીનાં પદે.
પદ અને સંસ્થાન હાય. આત્માને જયારે તેનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય ત્યારે શરીર ન હોવાથી તેને વર્ણ, ગંધ, રસ, રપર્શ કે સંસ્થાન કોઈ હત નથી તેથી આત્માને રૂપી કહી શકાય નહિ, કારણકે રૂપી તરીકે તેનામાં જે ગુણ-ધર્મો હોવા જોઈએ તે તેનામાં બીલકુલ નથી.
હવે જે આત્માને અરૂપી કહેવામાં આવે તે તેમાં પણ વિરોધ આવે છે. જે વસ્તુ અરૂપી હોય તે રૂપી વસ્તુથી બંધાય નહિ અને આત્મા તે સંસારાવસ્થામાં હોય ત્યારે કર્મથી બંધાય છે તે રૂપી દ્રવ્ય છે, પાગલિક પદાર્થ છે. આ પ્રમાણે હાવાથી આત્માને અરૂપીનું વિશેષણ પણ સંપૂર્ણ રીતે લાગુ પડી શકે નહિ.
ત્યારે તારી નિશાની બતાવવામાં હે ચેતનજી! હું તને રૂપારૂપી કહું એટલે અમુક અંશે રૂપી અને અચુક અંશે અરૂપી એમ કહું તે તેમાં પણ વિરોધ આવે છે. સિદ્ધ ભગવાન અષ્ટ કર્મથી રહિત, નિજ સ્વરૂપસ્થિત, અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રમણ કરનાર
અને જન્મ, જરા, મરણનાં દુખથી રહિત છે તેમને આ રૂપારૂપીનું વિશેષણ પણ લાગુ પડતું નથી. સિદશામાં આત્મા અરૂપી છે તેથી તેને રૂપારૂપીપાશું ઘટતું નથી. એ પ્રમાણે હવાથી આત્માને રૂપી, અરૂપી કે રૂપારૂપી કે કહે તે વાતની મોટી મુશ્કેલી આવે છે. અહ ચેતન તારૂ સ્વરૂપ તે કઈ વિલક્ષણ જણાય છે, એને જાણવું ને સમજવું તે બહુ અસાધારણ કામ છે.
सिद्ध सरूपी जो कहुं रे, बंध न मोक्ष विचार न घटे संसारी दशा प्यारे, पुन्य पाप अवतार.
निशानी० २ “જે તેને સિદ્ધ સ્વરૂપવાળ કહ્યું તે પછી તેમાં બંધ અને એક્ષને વિચાર ઘટતું નથી, સંસારમાં રહેવાની દશા ઘટતી નથી અને મુખ્ય પાપનાં ફળ તરીકે સારા અને ખરાબ જ ઘટતા નથી.”
૨ બંધ કર્મબધ. ન ધટકતુ નથી સસારી દશા સંસારમાં હોવાની દશા. પુન્ય શુભ કર્મ પાપ અશુભ કર્મ,
-
--