________________
એકવીસમું શુદ્ધ ચેતનજીનું અગમ્ય સ્વરૂ૫.
૧૮૭ છે જ નહિ, અરૂપી હોય તે તે કેવી રીતે બંધાય? અને જે કાંઈ રૂપી અને કાંઈક અરૂપી (રૂપારૂપી) કહે તે હે પ્યારા! અનુપમ સિદ્ધ (ના જી) એવા નથી.”
ભાવ-ઉપર જણાવ્યું તેમ સર્વ શણગાર સજીને શુદ્ધ ચેતના ચેતનજી પાસે આવી, અને મેળાપ થા અને પ્રેમ બંધાયે, છેવટે શુદ્ધ ચેતના અને ચેતનજી એક રૂપ થયા, તે વખતે જે એનું રૂપ થયું તેનું વર્ણન થઈ શકે તેવું નથી. તે હકીકત અત્ર બતાવતાં સાથે બતાવશે કે એ ચેતનજી સર્વ આશ્ચર્યનું ધામ છે અને તેના સંબંધી વિચાર કરે અને તેનું સ્વરૂપ સમજવું એ બહુ મુશ્કેલ છે. કેઈ અજાણ્યા માણસ આત્માનું સ્વરૂપ પૂછતે હોય તેને જવાબ આપવારૂપ આત્માને ઉછેશીને રચાયેલું આ પદ તેમાં બહુ સૂક્ષમ હકીકત બતાવી છે તે સમજવા ચગ્ય છે.
હે ચેતનજી! તારું રૂપ જાણવું અને સમજવું બહુ મુશ્કેલ છે. મને કઈ પૂછે છે કે ચેતનજી કેવા છે તેના જવાબમાં હું શું કહું? તે આવે છે, આના જે એમ મારાથી કેવી રીતે કહી શકાય, કારણકે જે વસ્તુની સાથે તમારી સરખામણી કરવા ચાહું તે વસ્તુ તે પૈગલિક હાથ અને પગલિક વસ્તુ સાથે તમારી સરખામણું ઘટી શકે નહિ. આથી જેની સાથે સરખાવી શકાય તેવી કોઈ વસ્તુ આ જગતમાં મળવી અશક્ય છે, કારણ તે સર્વથી ચેતન તદ્દન ભિન્ન છે. ત્યારે હવે કઈ કઈ વિશેષણ આપવાથી તેનું સ્વરૂપ સમજવામાં આવે તે વિચાર કરીએ. હે ચેતની તારું સ્વરૂપ જાણવું અથવા સમજવું મુશ્કેલ છે અને જણાય તે વચનના વિષયમાં આવવું મુશ્કેલ છે. આ પ્રમાણે હાવાથી સંસારી જી આત્માનું સ્વરૂપ બરાબર જાણુ શક્તા નથી અને તેથી તે અગમ્ય છે અને કેવળજ્ઞાની તેનું સ્વરૂપ દિવ્ય જ્ઞાનથી બરાબર જાણે છે તે તેને સંપૂર્ણ રીતે વચન દ્વારા કહી શકતા નથી તેથી તે વચનથી અનેચર છે અથવા તેને સમજવું પણ મુશ્કેલ છે તેથી તે અગોચર છે.
સામાન્યપણે રૂપી દ્રવ્યમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ “સ્પર્શ અને પાંચ આકાર એ પ્રત્યેકમાંથી એક અથવા વધારે હોય છે, રૂપી દ્રવ્યની વ્યાખ્યા જ એ છે કે જેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ