________________
બારમું.] આનંદધનજી અને ચોપાટ.
૧૧૯ જેટલા દાણ આવે તેટલા બાજીના નિયમ પ્રમાણે ચાલવા જ જોઈએ તેથી સાતે ગતિમાં રખડવાનું થાય છે અને જુગ ચાલી શકાય નહિ તેથી સાગઠી ઉડવાને ભય રહે છે, કારણ તે છૂટી પડી જાય છે. સાત ગતિ શાસ્ત્રકારે નીચે પ્રમાણે બતાવી છે.
૧ એકૅઢિય ગતિ. ૨ વિકલૈદિક ગતિ (બેઇઢિય, તેઈદ્રિય, ચૌરેડિય.) ૩ નરક ગતિ. ૪ સંમુર્ણિમ પંચેતિય તિર્યંચ ગતિ. ૫ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ ગતિ ૬ મનુષ્ય ગતિ. ૭ દેવ ગતિ.
આવી રીતે પાંચ આશ્રવને કરવા કરાવવારૂપ દાણુ આવે ત્યાંસુધી સાત ગતિમાં રખડવાનું થાય છે, પણ આથમી ગતિ જે મેક્ષ છે તેમાં જવાનું થતું નથી.
તેવી જ રીતે છ દાણાની નીચે એક દાણો આવે છે એટલે છકાય જીવનું મર્દન થાય-હિંસા થાય તેની સાથે એકે એટલે અસંયમ આવે છે. આવી રીતે સાત દાણ થાય તેનું પરિણામ પણ સાત ગતિમાં રખડવારૂપજ થાય છે.
- સ્ત્રીવેદ, પુરૂષદ, નપુંસકવેદ એ ત્રણ વેદને આશ્રયીને પણ સાત ગતિ શ્રીસૂયગડાંગ સૂત્રમાં ગણવામાં આવી છે તે નીચે પ્રમાણે –
૧ નપુંસકવેદની એક ગતિ.
તે સર્વથા એકેદ્રિય, બેઈદ્રિય, તેઈહિય, ચૌદ્રિય અને નરકગતિમાં હોય છે.
૨ પદ્રિય તિર્યંચમાં સ્ત્રી પુરૂષ તેની બે ગતિ.
અહીં તેમ જ નીચે મનુષ્યગતિમાં નપુંસકવેર પણ હોય છે, પણ મુખ્યતા અત્ર સ્ત્રી પુરૂષની જ છે, કારણ નપુંસકને પણ ચિહ તે પુરૂષનું અથવા સ્ત્રીનું હોય છે, તદાથી અત્ર બે જ ગતિ ગણવી.
૨ પંચેન્દ્રિય મનુષ્યજાતિમાં ઉપર પ્રમાણે સ્ત્રીપુરુષવેદ ૨ દેવગતિમાં સ્ત્રીપુરૂષદ.