________________
૧૬૮
આનહધનજીનાં પદો . [૫દ પ્રભુ! રતાનો વિરો ન થાય એવી મારાપર કૃપા કરે તો હું આવું અને તમારા સુખચંદ્રનું દર્શન કરૂં
ભાવ–આ પ્રકારે શુદ્ધ ચેતનાને મનાવવાની વાત અને તેમ કરવાના ઉપાય સુમતિએ ચેતનજીને કહ્યા ત્યારે આ ચેતન શુદ્ધ ચેતનાને મનાવવા કાંઈ ઉઘત થયા, તેથી તે પ્રથમ તે આનંદઘન પ્રભુને વિનતિ કરે છે કે હે પ્રભુ! એક તે સીહા અંધારી રાત્રિ છે અને વળી તેમાં સખત વાદળાં થયેલાં છે, તેથી હું રસતાનાં વિઘો જોઈ શક્તો નથી, પણ હવે આપ મારા ઉપર કૃપા કરીને કોઈ એવું કરે કે મને માર્ગના વિશે ન નડે અને આપશ્રીનું દર્શન થાય
માહરૂપ અંધકારમય રાત્રિ છે, તે સ્વભાવે જ અંધારી છે, તેમાં સ્વર્ય પ્રકાશ પડતું નથી, અને ચને પણ પ્રકાશ નથી, તે કૃષ્ણ પક્ષની રાત્રિ છે અને વળી તદુપરાંત આકાશમાં ઘનઘટ વ્યાપી રહી છે. મોહરાત્રિ ચંદ્રપ્રકાશ વગર અંધકારમય તે છે જ તેમાં વળી વાદળાં ચડી આવ્યાં છે એટલે જ્ઞાનાવરણીય દર્શનાવરાણાયરૂપ મેવની ઘટા છવાઈ રહી છે તેથી તારાને પ્રકાશ પણ પડતું નથી. ઘણું જી કૃષ્ણપક્ષીઆજ હેય છે. આવી સીહા અંધારી રાતમાં વાટે ચાલતાં અનેક વિધ આવી પડે છે, પણ જ્યાં ત્યાં અથડાય છે, કુવા ખાડામાં પડી જવાય છે અને ચારને ભય લાગે છે. હે આનંદઘન પ્રભુ! મારા નાથ! હવે તે આપ કોઈ એવું કરે કે રસ્તાનું મને કઈ પણ પ્રકારનું વિઘ ન થાય અને હું એકદમ તમારી તરફ ગમન કરીને તમારા સુખચંદ્રનું અવલોકન કરું. પ્રભુદર્શન માટે જતાં રસ્તામાં પડી જવાય, લુંટાઈ જવાય તે પ્રભુ સુધી પહોંચી શકાતું નથી અને પ્રભુદર્શન થતું નથી, તેથી આનંદઘન પ્રભુને વિનતિ કરે છે કે હે નાથ! મારે મારી શુદ્ધ ચેતનાને મનાવવી છે, તે કારણે જ આપ મહાભાનું દર્શન કરવા ઈચ્છા રાખું છું અને તદારે તેને મનાવવા ઈચ્છું છું તે હવે મારા માર્ગમાં જે વિદ્રો આવે તે દૂર કરી આપ મને આપનાં દર્શન કરાવે. આયના મુખચંદ્રનું દર્શન થતાં માહરાત્રિની અંધકારમય સ્થિતિ અને જ્ઞાનાવરણીયાદિ ઘનવટને નાશ થઈ જશે. જ્યાં સુધી એમ ન બને ત્યાંસુધી શુદ્ધ સ્વરૂપનું મને ભાન ચાય નહિ ભાન થયા વિના શુદ્ધ ચેતના ઓળખાય નહિ અને