________________
૧૭૨ આનંદધનજીના પદે.
[ પદ સર્વ પ્રસંગો અનુભવું છું. જીવમાં ચારિત્રગુણ સ્વાભાવિક છે એ જાણીતી વાત છે. એ ચારિત્રગુણ રમણભાવરમપ સમાજસિદ્ધના જીમાં પણ તે સ્થિરતાપે હોય છે, મિથ્યાત્વ અવસ્થામાં જીવ તે ગુણને લઈને વિભાવદશામાં રમણ કરે છે. જેટલા પૂરતે વિભાવ ઉઘાડે છે તેટલા પૂરતે સ્વભાવ બધ છે. રમણભાવ તે સર્વદા રહે છે, પણ સ્વભાવમાં કે વિભાવમાં તેનું સિથત્યંતર થયા કરે છે. ત્યારે હે ચેતના! તારે પતિ હું વિભાવદશામાં જાગ્રત રહું છું અને તું ઉધ્યા કરે છે ત્યારે મારી અને તારી પ્રીતિ શી રીતે જામશે. પતિ મદિરે પધારે અને સ્ત્રી ઉંધ્યા કરે તે પછી તેને પતિમેળાપને લાભ શી રીતે મળે? માટે હું તને કહું છું કે ચેતના! તું તદ્દન મૂર્ણ સ્ત્રી છે, ગાંડી છે, જે તારે પતિને મેળાપ કરવાની ઈચ્છા હોય તે તું પણ તેના પ્રમાણે વિભાવેદશામાં જાગ્રત રહે અથવા પતિ જ્યારે જાગે છે ત્યારે તું ઊંઘે છે તે વાતને ખુલાસે કર,
ઉપરના સવાલને જવાબ આપતાં શુદ્ધ ચેતના કહે છે–પતિ! મારા નાથી તમે તે વિભાવદશામાં ચતુર હશે એ વાત ખરી હશે, પણું હું તે એ વિભાવદશાથી તદ્દન અજાણું છું, એનું વર૫ ગમે તેવું હોય તેની સાથે મારે સબધ નથી, મારે તે જાણવાની દરકાર પણું નથી. આ પ્રમાણે હોવાથી મને તે ખબર પડતી નથી કે વાસ્તવિક રીતે તમે જાગો છે કે ઉઘે છે. તમે એમ માને છે કે તમે પિતે જાણે છે, પણ જે દશામાં તમે જાગે છે અને જેમાં તમે નિપુણ છે તે દશા અમારા વિચારક્ષેત્રની બહાર છે, તમે દ્રવ્યક્રિયા કરતા રહે તે મારે જાણવાની આવશ્યક્તા નથી, ભાવફિયા કે સ્વભાવદશામાં તમે જાગ્રત નથી એ તે સ્પષ્ટ જણાઈ આવે છે અને વિભાવમાં જાગ્રત છે કે નહિ તે જાણવાની મારે દરકાર નથી. શુદ્ધ ચેતનાપૂર્વક કરણી કરી હોય તે જ કરણી શુદ્ધ ચેતના જાણે છે, સ્વીકારે છે અને તે જ કરણું ચેતનાને શુદ્ધ કરતી જાય છે અને તે સિવાયનાં અન્ય કૃત્યે હું જાણતી નથી. મતલબ તે સર્વ લ્યો અને જાય છે, ફળ વગરનાં થાય છે. હું પતિ! આટલા ઉપરથી આપ જાગે છે કે નથી જાગતા તે હું જાણતી નથી.
તાત્પર્યર્થ એ છે કે વિભાવદશા અને શુદ્ધ ચેતના વિરોધી છે,