________________
વીશયું. ]
પતિસન્માના સમતાના શણગાર
૧૭
હાય તા તે આ જ છે એવી અંતઃકરણની દૃઢ માન્યતા તેનું નામ પ્રેમ કહેવાય છે. સર્વ જંતુ ઉપર બંધુક્ષુદ્ધિ, પતિ તરફ શુદ્ધ હૃદયની અનુસરણવૃત્તિ અને કાર્યેષુ મંત્રી એ શ્લામાં પ્રસિદ્ધ થયેલ સર્વ અવસ્થા દર્શાવનાર ભાવને પ્રેમ કહે છે. નિષ્કામ પ્રેમથી ત્રણ જગત્ વશ થાય છે,
પ્રતીત’–વિશ્વાસ. વિચારણાપૂર્વક હેતુના જ્ઞાન સાથે તીર્થંકર મહા” રાજે જે હકીકત ખતાવી છે તે સત્ય છે એવી અડગ શ્રદ્ધાને—આસ્થાને પ્રતીત' કહેવામાં આવે છે. પ્રતીતિપૂર્વક જે શ્રદ્ધા થયેલી હાય તે એકદમ ખસી જતી નથી, ફરી જતી નથી, ડામાડોળ થઈ જતી નથી.
શંગ' ગુરૂ તથા દેવ તરફ પ્રત્યભિગમન. રાગ ન કરશે કાઈ જન કોઈશું રે, ન રહેવાય તેા કરજો મુનિથું રે; ફણી જેમ મણિ વિષના તેમ તેઢા રે, રાગનું લેષજ સુજસ સનેહા રે.” આવા પ્રકારના રાગ જે નિરાગતાનું કારણ છેવટે થાય છે તે.
‘ચિ’ સ્વકર્તવ્યપૂર્તિકારક સમક્તિરૂપે શ્રદ્ધા. આ શબ્દ પ્રતીતની સાથે આવે છે તેથી અતીન્દ્રિય વિષયના સંબંધમાં સમજવા વધારે ઉચિત લાગે છે.
આવી રીતે પ્રેમ, પ્રતીત, રાગ અને રૂચિના રંગથી રંગેલી સુંદર ઝીણી સાડી ચેતના પહેરે છે અને તેથી તેની શાલામાં બહુ વધાર થાય છે, તેનું શરીર બહુ ચિત્તાકર્ષક થાય છે અને ચેતનજીને તેના સંબંધથી વધારે વધારે આધ્યાત્મિક આનંદ થતા જાય છે.
૨. નવાઢા સ્ત્રી પતિમિલન પ્રસંગે ખીજા શણગારમાં હાથે મેંદી મૂકી તેને લાલ બનાવે છે તેવી રીતે શુદ્ધ ચેતનાએ પ્રભુભક્તિ અથવા પતિભક્તિરૂપે મેંદી હાયપર મૂકી. શુદ્ધ અવસ્થામાં પ્રભુ અને પતિમાં કાંઈ ફેર નથી તેથી પતિભક્તિરૂપ મેંદી મૂકવી એમ કહેવું ઉચિત છે. ભક્તિના રંગ એવા અભિનવ છે કે તેની લયમાં પડેલા રાવણુ વિગેરે અનેક જીવા સંસારને પરિત્ત કરી ગયા છે. ભક્તિ પુષ્ટ અવલંબન છે અને સાધનધર્મ તરીકે અતિ ઉપચેગી છે.
૩. પતિપરાયણ સ્ત્રી પતિ જ્યારે પોતાને મંદિરે પધારે ત્યારે, ઋણગાર સજતી વખતે આંખમાં આછું આછું અંજન આજે છે, સાયો આજે છે અને તે તેના સુંદર શ્વેત અવયવમાં એક અતિ આકર્ષક
૧૨