________________
[પદ
૧૮૨
આનંદઘનજીનાં પદ હાવસ્થામાં એકાદ દીપક હોય છે અથવા અંધારું જ રાખવામાં આવે છે, પણ પતિમેળાપ પ્રસંગે તે દિવાળીની જેમ ઝાકઝમાળ કરવામાં આવે છે. શુદ્ધ ચેતના પતિને મળતાં આત્મતત્વમાં જે પ્રકાશને ઉઘાત થએ તે ત્રણ ભુવનમાં પણ પડવા લાગે. શુદ્ધ ચેતના પ્રગટ થતાં લોકાલોકનું સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે, સમજાય છે, અનુભવાય છે. પ્રથમ જે સ્થિતિ સમજાણ નહોતી તે જાણે પ્રત્યક્ષ. હાય તેમ દેખાય છે અને તેવી રીતે પદાર્થજ્ઞાન અને સંસારસ્વરૂપ સ્પષ્ટ જણાતાં જે ઝળઝળાટ ત્રણ ભુવનમાં લાગે છે તેને ખ્યાલ આવ સુશ્કેલ છે. સંસારનાં સર્વ બનાવે, સંબંધ, હકીકતે અને સ્વરૂપે પ્રગટ દેખાય છે અને તેના સંબંધમાં પ્રથમ જે મુશ્કેલી અને પડદે લાગતું હતું તે સર્વ દુર ખસી જાય છે. આ પ્રકાશ ત્રણ ભુવનમાં જણાય છે પણ વાસ્તવિક રીતે તે તે પિતાના ઘટમાં જહદયમા જ પડે છે. પ્રકાશ પાડનાર સૂર્યપર જે આવરણ હતું તે ઓછું થઈ જવાથી અથવા તદન ખસી જવાથી સ્વયંપ્રકાશ ઘટપર પડે છે.
૧૧. નવેઢા સુંદરી શણગાર સજી સ્વમુખ આરસીમાં જુએ છે અને બધી વાતે ઠાકડીક કરી નાખે છે તેવી રીતે શુદ્ધ ચેતનાએ પિતાનું સુખ જેવા માટે કેવળજ્ઞાનરૂપ આરીસે બનાવ્યે. ત્રણ ભુવનમાં પ્રકાશ પાડનાર આ જ્ઞાનનું માહાભ્ય કહી શકાય તેમ નથી. એથી સર્વ ભાવે, કાલેકનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય છે અને તેમાં કેઈ પણ સ્થિતિ, સત્તા, સમય કે અવસ્થાને ભેદ ન રહેતાં અતીત, અનાગત અને વર્તમાન ભાવ એક સમયે દેખાય છે. આવા કૈવલ્યસ્વરૂપમાં દિવ્યજ્ઞાનરૂપ આરીસામાં ચેતના પિતાનું સ્વરૂપ જુએ એટલે પછી એની પ્રબળ શાંત મુખમુદ્રાપર ડાઘ કે બટ્ટનો અવકાશ તે અસંભવિત જ છે. આખા શરીરપર સજેલે શણગારઆ આરીસામાં દેખાય છે અને સર્વ રીતે સ્વરૂપસુંદરતાની પ્રતીત આ આરીસામાં જેવાથી થાય છે. આવી રીતે સુંદર શણગાર ધારણ કરી અને તેની સારખાઈ કૈવલ્યઆરસીમાં નિહાળી જ્યારે શુદ્ધ ચેતના તૈયાર થઈને બેસે અને પછી જયારે તેના મંદિરે ચેતનજી પધારે ત્યારે મેછાપરુખ કેવું, હું અને કેવા પ્રકારનું થતું હશે તે કલ્પનાપર જ મૂકવા જેવું છે.