________________
વિશ] પતિસન્માર્થ સમતાના શણગાર.
૧૭૯ જ વ્યવહાર કુળવધૂ પતિમેળાપ વખતે હાથમાં ચૂડીઓ પહેરે છે. પતિવિરહ વખતે સામાન્ય રીતે હાથમાં માત્ર એક સૌભાગ્યકંકણુ જ રાખે છે, પણ પતિને મેળાપ થતાં હાથમાં દેશરિવાજ પ્રમાણે ઘણું ચૂડીઓ પહેરે છે. શુદ્ધ ચેતનાએ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયાગાદિ સ્વભાવરૂપ ચૂડીઓ પહેરી. શુદ્ધ દશામાં શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે અને તેને બાહ્યાલંકારની જરૂર રહેતી નથી, કારણ કે બાહ્યાલંકારથી અતિ કિમતી અતરંગ અલંકાર છે. આત્માના શુદ્ધ સ્વભાવમાં તે અનંત ગુણ કિમતી ગણું શકાય તેમ છે અને તે પ્રત્યેક અલંકારનું કાર્ય કરે છે. કહેવાની મતલબ એ છે કે શુદ્ધ ચેતના પ્રાપ્ત થવાથી ચેતનને શુદ્ધ સ્વભાવ-તેનું નિર્દોષ સ્વરૂપ પ્રગટ થયું.
૫. સૌભાગ્યવતી સ્ત્રી પતિને મળે છે ત્યારે ચૂડીઓ ઉપરાંત, હાથમાં સોનાનાં કંકણ પહેરે છે. અહીં શુદ્ધ ચેતનાએ સ્થિરતારૂપ મૂલ્યવાન કંકણ ધારણ કર્યા. ચેતનાના સ્થિર પરિણામ અથવા અડગ પરિણામરૂપ જડાવ કંકણ જેને નાની અવાજ કરતી સેનાની ઘુઘરીઓ લટકાવી દીધી હોય છે તે શુદ્ધ ચેતનાએ ધારણ કર્યા. સ્થિરતા વગર ગુણ ડરતા નથી, મા આપતા નથી અને સિદ્ધના જીને તે નિજ ગુણરમણુતારૂપ સ્થિરતા એજ ચારિત્ર હોય છે. મનનું ચંચળપણું દૂર કરી વિરાભનો ત્યાગ કરે તેને સ્થિરતા કહેવામાં આવે છે. અને
જ્યાંસુધી તેવી રીતે ચિત્તડુરંગપર લગામ આવતી નથી ત્યાં સુધી શિવસાધન થઈ શકતું નથી. સ્થિરતાનું વિશેષ સ્વરૂપ સમજવા માટે ઉપાધ્યાયજી શ્રીમદવિજયજીનું ત્રીજું સ્થિરતા અષ્ટક જેવું.
૬. શણગારઅવસરે વડારણ એટલે મોટી દાસી હોય છે તે સારાં વસ્ત્રો પહેરી કુળવધૂને પિતાના ખોળામાં લઈને પતિ સન્મુખ બેસે છે. ઈંદ્રાણુની સેવા કરનારી ઉર્વશી એક વડારણ છે. અહીં ઉર્વશીરૂપ ધ્યાન-પ્રભુસ્વરૂપમાં લયલીનતા શુદ્ધ ચેતનાને પિતાના માળામાં લઈને બેસે છે એટલે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકત્રતા થાય છે, નિજ સ્વરૂપ અથવા આદર્શમય પ્રભુસ્વરૂપનું ધ્યાન જ કર્તવ્ય મનાય છે અને તે સિવાય બીજી કોઈ પણ વિભાવદશા તરફ અધ્યવસાયની પ્રવૃત્તિ થતી નથી. ધર્મધ્યાન અને શુધ્યાનના ચાર ભેદો જેનું સૂમ રવરૂપ યોગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્ય વિસ્તારથી બતાવ્યું