________________
૧૭૬
આનંદધનજીનાં પદો * [મદ એ સુપ્રસિદ્ધ હકીક્ત છે, પણ પતિને મેળાપ થતાં સાળ શણગાર સજે છે. એ સોળ શણગાર જુદા જુદા કવિઓએ જુદી જુદી રીતે વર્ણવ્યા છે. એમાં મુખ્યત્વે કરીને શરીરનાં આભૂષણને સમાવેશ થાય છે. કબી, ઝાંઝર, નુપૂર, થેનકુલ, કરે, મેહનમાળા, બાજુબંધ, કંકણ, સૌભાગ્યસૂચક ફૂલ, દામ, કેશ બંધન એ આભૂપાણી તથા આંખમાં આંજણ, કપાળે તિલક, સુખમાં તમાળ, સેંથામાં સિદર, ગળામાં પુષ્પને હાર, હાથે મેંદી, પગે અળતા વિગેરે શાણુગારના પ્રકારે છે અને વસ્ત્રમાં સુંદર કસકસતા કમખે, ઝીણી ઘુઘરીવાળ વાઘ અને ઝીણી સાડી એવા અનેક શણગારે વર્ણવ્યા છે. અત્ર ચેતનજી પોતાના મંદિરે પધાર્યા અને વિરહઅવસ્થા દૂર થઈ તેની ખુશાલીમાં અને પતિને રંજન કરવા માટે શુદ્ધ ચેતનાએ પશુ શણગાર સજા તેનું વર્ણન કરે છે. આ હકીક્ત વાંચતાં વિચારવું કે શણગાર પણ અધિકારવશાત હોય છે. ગામડાની ગોરી ભરવાડ જે નિરતર કાળ સાડલે પાર છે તેને જેરુરી છાયલ અને ખાટી બંગડી શણગાર તુલ્ય ગણાય છે અને શેકીઆની સ્ત્રીઓ જે નિરંતર મલસલના શયલ અને સોનાની ખાડી પહેરે છે તેને સેનેરી સાડી અને હીરાની બંગડી શણગાર ગણુય છે. એથી આગળ વધીએ તે રાણીઓના શણગાર અને તેથી વધારે આત્મિક દશામાં આગળ વધતાં શુદ્ધ ચેતનાના શણગારમાં અવશ્ય વધારે સુધારે હેય છે. શુદ્ધ દશાના શણગારે વિશુદ્ધતર અને માનસિકજ હોય છે..
૧. કુલવધ શણગાર સજવામાં ઝીણી સાડી પહેરે છે જેમાંથી સૌભાગ્યવતી સ્ત્રીના સુદર અવયવે દેખાય છે અને તેના પર ચક્ષને આકર્ષક રંગ હેવાથી પતિને તે બહુ આનંદ આપે છે. અહીં શુદ્ધ ચેતનાએ ઝીણું સાડી પહેરી અને તેનાપર પ્રેમ, પ્રતીત, રાગ અને રૂચિના રંગથી મિશ્ર કરેલા સુંદર ખુલતો રંગ ચડાવ્યા. તદ્દન ધાળી સાડી તે હમેશાં કેટલીક વિધવા પહેરે છે. સધવા સ્ત્રી રગિત સાડી પહેરે છે. અધિકાર પ્રમાણે શુદ્ધ ચેતનાએ જે સુંદર સાહીને શણગાર કર્યો તેનાપર રંગ પણ એ જ આકર્ષક હતું અને તે રંગ પ્રેમ, પ્રતીત, રાગ અને રૂચિથી મિશ્ર થયેલ હતું.
પ્રેમ” અંતરંગ બહુમાન-જે દુનિયામાં ખરેખરી કઈ વસ્તુ