________________
૧૭૩
ઓગણીશમુ. ચેતનછની વ્યવહાર જાગૃતિ કેવી છે ? પરસ્પર મેળ-સંબંધ વગરનાં છે એમ સમજવું. એક જાણવા પૂરતાજ જ્ઞાન માટે સવાલ હોય તે શુદ્ધ ચેતના પિતાના સ્વરૂપમાં રિત હાય ત્યારે વિસાવદશાને જાણતાજ નથી એમ કહી શકાય નહિ, અત્રમાં જે હકીક્ત છે તેઅજાણપણની છે અને તે અરસપરસ સંબંધ પૂરતી જ છે. - દુલહ શબ્દનો અર્થ સમીચીન કરવા માટે તેને પિયાના વિશેષણ તરીકે મૂકે છે. એવી રીતે વિશેષણ અને વિશેષ્ય વચ્ચે લાંબુ
અંતર રહે એમ ઘણા કવિઓની કૃતિમાં બને છે. દુલહને નારીનું વિશેષણ પણ કરી શકાય છે, પણ આત્મા શુદ્ધ ચેતનાને એવા સ્વરૂપમાં સમજતો હોય એટલે સુધી તેને વિકાસ હજી થયે નથી.
आनंदघन पिया दरस पियासें,
खोल धुंघट मुख जावे. दुल०२ । “આનદના રાશિઓ આપનાર હે પ્રિયા! તારા દર્શનનો હું તૃષાતુર છું, તારી લાજ કાઢી નાખ, (જેથી) તારું સુખ જોઉં. - ભાવ-ઉપર પ્રમાણે શુદ્ધ ચેતનાએ ચેતનજીને કહ્યું તે હકીકત સાંભળી શુદ્ધ સ્વરૂપ આનંદઘન ચેતનજી બોલ્યા- હે પ્રિયા! ચેતના! તે મને કહ્યું તે સર્વ વાત મેં સાંભળી, તેથી હવે હું તારું દર્શન પ્રાપ્ત કરવા અને તારી સાથે રહેવાની પ્રબળ ઈચ્છાવાળો થયે છું અને મારી તે તૃષાને તું હવે તૃપ્ત કર. તું હાલ મારી સાથે અંતર રાખી ઘુંમટે તાણીને ઊભી છે, મારાથી છેટી રહ્યા કરે છે તે તારી લાજ દૂર કર, જેથી હું તારું મુખ જોઉં અને તારૂ સ્વરૂપ વિચારું.
શુદ્ધ સ્વરૂપમાં ચેતન આવે ત્યારે તેને શુદ્ધ ચેતનાને વરવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. તેથી શુદ્ધ સ્વરૂપમાં આવતે આત્મા વિભાવદશારૂપ ઘુંમટે દુર કરવા શુદ્ધ ચેતનાને કહે એ સમજાય તેવી હકીકત છે.
આ ટુંકા પદમાં એક બહુ મુદ્દાની વાત કહી છે તે ખાસ ધ્યાન આપવા ચગ્ય છે. શુદ્ધ ચેતના ચેતનજીને કહે છે કે તમે જાગે છે કે ઉઘા છે તેની મને સમજણ પડતી નથી આ વાતમાં બહુ હસ્ય
૨ પિયા પ્રિયા, શુદ્ધ ચેતના. દરસન્ની, દેખવુ તે પિચાસ પિપાસુ, તુષાતુર ઘુંઘટ ઘુંમટે, લાજ.