________________
૧૭૦ આનંદઘનજીનાં પદે
* [પદ મંદિર પધારશે અને તેની સેજ'ઉપર તેના પલઇ ઉપર બીરાજશે. આનંદઘન પ્રભુ ઉપર તમને પ્રેમ થશે ત્યારે તે પણ હુવિધા–એ ભાવ રાખે તેવા નથી, તેઓ પિતે ચાલીને તમારા હૃદયમંદિરમાં રહેલ સુમતિની સેજહીએ બેસશે અને તમારામાં ને આનંદવન પ્રભુમાં છેવટે કોઈ પણ ભેદ રહેશે નહિ. આવી રીતે થશે એટલે રીસાયેલી શુદ્ધ ચેતના મનાઈ જશે.
આ મનુષ્યજીવનનું કર્તવ્ય શુદ્ધ ચેતનાને મનાવવાનું છે. જે સંસારચકને પાર પામ હય, સંસારસમુદ્ર ઓળગી જ હોય, સંસારાટવી ઉતરી જવી હોય તે શુદ્ધ ચેતનાને પ્રાપ્ત કરવા–તેને પ્રગટ કરવાના કાર્યમાં જોડાઈ જવું, તેને મનાવવાના બતાવેલા ઉપાયોનું સેવન કરવું અને તેને હૃદયમંદિરમાં સ્થાન આપવા દઢ નિશ્ચય. કરો જે જીવનું એ સાધ્ય હોય તેવા પુરૂષનું આ જીવન એગ્ય છે અન્યને તે ફેરા માત્ર છે.
પદ ઓગણીશમું-રાગ વેલાવલदुलह नारी तुं वडी वावरी, पिया जागे तुं सोवे पिया चतुर हम निपट अग्यानी, न जानु क्या होवे.
* આ પદ કોઈપણ પ્રતમાં જોવામાં આવતું નથી, માત્ર શા ભીમસહ માણેકની બુકમાં છે. કૃતિ આનદધનજીની હોય તેમ લાગતું નથી, કારણકે એક તા પદનો અર્થ કરતા બહુ ખેંચીને ભાવ લાવવો પડે છે. બીજી પ્રથમ ગાથાની પંક્તિમાં વિશેષણ વિષ્ય વચ્ચે અઘટિત લાગો આતરે રહે છે. ત્રીજી એક જ ૫૯માં ચેતન અને ચેતના સામસામી વાતો કરે એ આનદધનજીની સામાન્ય કૃતિને અનુરૂપ નથી અને ચાલુ ભાષા આનંદધનજીના બીજ પદેથી વિલક્ષાણુ જણાય છે. આ પદ ક્ષેપક હોય એમ મારૂ માનવુ છે .વિ ક.
, ૧ દુલહને મળી શકે તેવા, દુર્લભ તેનું વિશેષ પિયા શબ્દ જે દ્વિતીય પક્તિમા. આવે છે તે છે બડી=ભારે, મોટી બાવરીમાઠી, બેવંકર પિચાતિ, ભરતાર -નિપટાઉન અગ્યાની અજાણી, અજ્ઞાની હવે થાય છે,