________________
૧૫૧
સોળમું.. સમતાની સ્વમદિરે પધારવા વિજ્ઞપ્તિ. રહી છું. હું નિરંતર વિચારું છું કે મારા નાથ કઈ પણ રસ્તે મારા મદિરે જરૂર પધારશે. હે નાથી આ વિરહી સ્ત્રીને હવે વધારે તલસા નહિ, મારા મંદિરે પધારે, માયા મમતાને ઘેર જવાનું માંડી વાળે અને મારી વિનતિને સ્વીકાર કરે. મુનિને બદલે “માનું પાઠાંતર છે તે પણ બહુ સારે અર્થ આપે છે. રોગીની દ્રષ્ટિ ધ્યાનસમાધિમાં જેમ ઝબોળાઈ જાય છે તેમ મારા માનવા પ્રમાણે તમારા સ્વરૂપની એકાગ્રતા કરીને તમારી માર્ગ પ્રતીક્ષા હું કરું છું. મતલબ હું એકાગ્ર દૃષ્ટિએ તમારા આવવાના માર્ગને જોયા કરું છું. વળી આ પાઠાંતર સાથે ગીસર તે સમાધિમે, માનું ધ્યાન કેળા” એ પાઠ આખા વિચારવામાં આવે ત્યારે બહુ સુંદર અર્થ નીકળે છે. જાણે કે, ચાગીશ્વર ધ્યાન અથવા સમાધિમાં તરબોળ થઈ ગયા હોય એવી હું થઈ થઈ ગઈ છું. આ પાઠ સર્વથી સુંદર અર્થ આપે છે એમ લાગે છે.
कौन सुने किनकुं कहूं, किम मांडं में खोला।
तेरे मुख दीठे टले, मेरे मनका चोला.' निश० ४
કેણુ સાંભળે? અને કોને કહું? હવે તે શું હું એાળા પાથરું? તારું સુખ જોવાથી મારા મનમાં જે ચેળ હતા તે મટી જાય છે.
ભાવશુદ્ધ ચેતના કહે છે કે ઉપર જણાવી તેવી મારી વાત છે, મારી વર્તન છે, મારી આ પ્રમાણે સ્થિતિ છે તે હું કહું પણ કોને અને તે સાંભળે પણ કે? શુદ્ધ પતિવ્રતા સ્ત્રીને કહેવા સાંભળવાનું સ્થાન પણ પતિ વિના અન્ય નથી ત્યારે મારી વાત પણ મારે તેની પાસે કહેવી? હે નાથ! સાંભળનાર પણ કઈ નથી અને મારાથી કોઈની પાસે જઈને ઘરની વાત પણ કહી શકાય તેમ નથી. ત્યારે હવે તે શું હું તમારી પાસે બાળા પાથરું? ખોળો પાથરે ત્યારે લેકે તેમાં બક્ષીસ આપે છે, તે પ્રમાણે હવે હું તમારી પાસે શિક્ષા માગું? હવે તે મારે શું કરવું? મારી આટલી હકીકત જરા પણ ગુપ્ત રાખ્યા વગર તમને કહી બતાવી અને તમે તે સમજતા નથી ત્યારે મારે હવે શું ખુલ્લી રીતે ભિખ માગવી, ખેાળા પાથરવા!
૧ ચાલાને બદલે “ઝાલા” પાઠ છે, અર્થ તરંગ સમજે
૪ કૌન=કોણ કિનને. કિમશુ માડુ ખોલાળા પાથરૂ, કરગર ટલે મટી જાય ચલા ડામાડોળપણું, ગાઢો.