________________
૧૯૦ આનંદધનજીનાં પદે
[પદ : - ચોથા મહાવ્રતની પાંચ ભાવના. “ " અતિમાત્રા અને વધારે સ્નિગ્ધ આહાર ન કરો, પરમિત
આહાર કરે. ૨ શરીરની વિભૂષા કોઈ પણ પ્રકારે કરવી નહિ. ૩ સ્ત્રીનાં અંગે ઈચ્છાપૂર્વક જેવાં નહિ, તેને અવલોકવો નહિ. ૪ ી, નપુંસક અને પશુવાળાં ઘર, આસન, અને ભીંતને આંતરે
પણ છોડવા. ૫ શ્રી સંબધી સરાગ કથા કરવી નહિ અને પહેલાની કીડા સભારવી નહિ
પાંચમા મહાવ્રતની પાંચ ભાવના. ૧૫ર્શના વિષયને પ્રાપ્ત કરી તેનું સેવન વૃદ્ધિપૂર્વક
કરવું નહિ કે તેની ઉપર અમનેતાને લીધે છેષ પણ
કર નહિ. ૨ રસના વિષય પર પ્રેમ કે તેષ લાવ નહિ ૩ ઘાણના વિષયનું ઈષ્ટ અનિષ્ટ પરિણામ વિચારી તેમાં
આસક્ત કે દ્વિષ્ટ થવું નહિ. ૪ ચક્ષુના વિષપર રાગ દ્વેષ ધારણ કરવું નહિ. પ ત્રના વિષચે તરફ આકર્ષણ કે ઉદ્વિગ્નપણ થવા દેવું નહિ.
એવી રીતે તપના પચાસ ભેદ (?) થાય છે પણ તેના પ્રકાર મને મળી શકયા નથી. આગળ ઉપર તપાસ કરી લખીશ.
આ મારે સંયમરૂપ બાળક આવી રીતે પાચ પચીશ પચાસ વચને પણ લે છે અને તેનાં તે સર્વ વચને આનદ આપનાર છે. વળી તે ઉપરાંત ચરણુસિત્તરી કરણસિત્તરીના સીતેર સીતેર બાલ પણ તે બેલે છે. (આ બોલ જાણવાની ઈચ્છાવાળાએ પ્રવચન સારોદ્ધાર ગ્રંથનું છાસઠમું તથા સડસઠમું દ્વાર જેવું). તે આનંદઘન પ્રભુ! એ સંયમ તમારા સેવક છે, તમારાથી જ, તેની ઉત્પત્તિ છે, આય (પ્રભુ) તેને બતાવે છે, આપના આગમથી જ તે જણાય છે.