________________
[૫દ
૧૬૨
• આનંદધનજીનાં પદે. ક્તિને તેને જરા ઝળકાટ થઈ ગયે, ગ્રથિભેદ થા, અંતરકરણ કરી મિથ્યાત્વના ત્રણ પુંજ કર્યા ત્યારે તેને સમજાયું કે પિતાનું વાસ્તવિક કાય તે શુદ્ધ ચેતનાને પ્રગટ કરવી એ છે અને પછી તેની સાથે અવિનાશીની સેજડીએ સુઈ આનંદ કરો એ પિતાને, સ્વભાવ છે. આટલું ભાન થયા પછી શુદ્ધ ચેતનાને મંદિર જવાની ઈચ્છા થતાં સુમતિ સાથે પિતે શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાય સંબંધી વિચાર કરે છે. સુમતિ આ તકનો લાભ લઈ શુદ્ધ ચેતના પ્રગટ કરવા સંબધી કેટલીક હકીકત ચેતનજીને કહે છે તે પર આ હુદયગાન છે.
સુમતિ વાકય–અરે ચેતનછા મારા આધાર! શુદ્ધ ચેતના તમારાથી રીસાયેલી છે, તમારાપરશુરસે થયેલી છે, તમારી સાથે બીજાયેલી છે, તેને તમે પોતે જ સમજાવે. એને સમજાવવા માટે વચ્ચે ચાવટીઆને ફેર નહિ. તમે જાણે છે કે એ સ્ત્રીનું આર્ય હૃદય છે, એના અંતકરણમાં આપને માટે બહુ રાગ છે, પણ આપે અનાદિ કાળથી તેને તરછોડી છે તેથી તેણે આપની સાથે રૂસણ લીધો છે, પણ આપ પિતે તેને મનાવશો તે કામ સિદ્ધ થશે. તમે કઈ પંચાત કરનારને વચ્ચે રાખવા ધારતા છે તે તે મારા વિચાર પ્રમાણે સારું નથી. આવી મહત્વની બાબતમાં વચ્ચે વાત કરનારને રાખવાથી ઘણી વખત નુકશાન થાય છે, ગેટ થાય છે, એ તમે જાણો છે. જે તમે ચવટીઆને વચ્ચે રાખશે તે તમારે મેળ ખાશે નહિ. તમારે પિતાને જ એ કામ કરવાનું છે તેનાં ઘણાં કારણ છેતેમાંના કેટલાંક કારણ નીચે બતાવું છું.
બજારમાં સેદા કર હેય ત્યારે પણ ધણી પતે સાદો મહુધા કરતા નથી પણ દલાલ માલની પરીક્ષા કરીને કિમત લેનાર વેચનાર વચ્ચે સેક્સ કરાવી આપે ઍઅને સેદે બેસાડી આપે છે એ સામાન્ય અનુભવને વિષય છે. હે ચેતનછી તમારે સેટ કરવાને છે તે પ્રેમને છે, બજારૂ વહુને નથી; પ્રેમ એ સાધારણ રીતે અન્યથી પરખી શકાય તેવી વસ્તુ નથી, અંતકરણનો વિષય છે માટે બહારના દલાલતેની કિમત કરી તેને સે કરી આપે એમ આ૫ માનતા નહિ. જ્યારે ઉપર ઉપરનો મેળ કરી આપ હાય ત્યારે દૂતી દલાલ તેનું જોડાણ કરી આપે છે, પણ જ્યારે અતરંગ વતની વાત આવી પડે છે ત્યારે