________________
[પદ
૧૫૮
આનંદઘનજીના પદો મરેલા છે. હે મરેલા મડદા! ઉપયાગ વગરના, નકામા, મડદા જેવા જા, જા. (જાયે કાઢ્યા ડેણ એ મારવાડી ભાષાનું વાકય છે અરે તેને અર્થ જા જા મરેલા મડદા એમ થાય છે.) કેઈએ નવીન દીક્ષા લીધી હોય અને પછી મેઘકુમારની જેમ તેનાપર અસંયમ જેર કરે ત્યારે તેની જે સ્થિતિ થાય છે તેમાંથી બચવા પ્રબળ પ્રયાસ કરવો પડે છે. સયમને નાશ થવાથી સર્વને નાશ થશે, કારણ તે વગર શુદ્ધ ચેતના તે પ્રગટ થવાની નથી. વિવેક કહે છે કે આ મારે સંથમરૂપ છોકરા હજી તે બાળ છે, નાને છે, અને ભદ્રક પરિણામી છે, સર્વનું ભલું ઈચ્છનારે છે, સર્વનું સુખ ઇચ્છનારે છે, બાળભેળે છે. સયમ કદિ કેઈનું માઠુકરનારે થતું નથી અને પોતે વળી અમૃત જેવાં મધુર વચન બેલે છે. કહે છે કે સર્વ છાની દયા પાળ, સાચું બોલે, ચોરી નહિ કરે, વિગેરે વિગેરે. આ આળભળે છે કરે છે તેને તું શું જોઇને મારવા ઊભો થા છે. મૂર્ખ મડદા! જા, જા! હું તને કહું છું કે તારે ભૂલેચૂકે પણ મારા સંયમરૂપ છોકરાને મારે નહિ
(૨) વળી વિવેક વધારે કહે છે કે હું મૂર્ખ! તું તે લાકડી લઈને ચાલે તે ઘરડે થઈ ગયેલ છે, તારું શરીર શીખળ વિખળ થઈ ગયું છે, અથવા તે તારા હાથમા સુનિવેશદર્શક હાંડે લીધે છે. અથવા તું લાકડી લઈને છોકરાને મારવા ચાલ્યા છે, સામા જાય છે, પણ શું તારાં નેત્રો પુટી ગયાં છે? તારી આંખે ગઈ છે? શું તારા હૈયાનાં નેત્રે પુટી ગયાં છે? તારે લાકડી લઈને ચાલવાને વખત આવ્યા (ઘડપણુ અથવા દીક્ષાને લીધે, છતાં પણ હજી તું બીજાના પ્રાણ હરણ કરવા જાય છે. તારી તે હજુ પણ આંખ ઉઘડતી નથી. તું વિચાર કર, જરા જે. તું કેણુ છે? તારી સ્થિતિ કેટલી છે? તારું શરીર કેવું છે? તું કેના ઉપર ઘા કરવા જાય છે? તું તે મરણને કોડે સુતે છે, હાથમાં લાકડી લીધી છે અને આ છોકરાને મારવા ઊભે થયે છે, પણ જરા વિચાર તે ખરે કે તને આવતા ભવમાં રોટલી પણ કેણુ આપશે? ખાવાનું કે દેશે? પરભવમાં કાઈ મોસાળ નથી, પલંગ પાથરી રાખ્યા નથી, ત્યાં તે પૂર્વવત્તા મા વિલા, પૂર્વ થી જે હશે તે જ તને મળવાનું છે, બીજું કાંઈ મળવાનું નથી.