________________
૬પ૪
આનદનજીનાં પદો,
[પદ પદ સત્તરમું.
(સેરઠ ગિરનાર) छोराने क्युं मारे छ रे, जाये काटया डेण: छोरोछे मारोवालो भोळो, घोले छे अमृत वेण. छोराने० १
છોકરાને કેમ મારે છે એ છોકરે તારા દેવાને કાપી નાખેછેદન કરે તેવે છે. એ મારે છોકરે બાળે ભેળે છે અને અમૃત જેવાં વચન લે છે.”
ભાવ–ઉપરના પદમાં છેવટે કહ્યું છે કે મિત્ર વિવેકે સુમતિને કહ્યું કે નાથ તારા મંદિરે પધારશે અને સેજહીમાં સરગ જમાવશે હવે સુમતિ ચેતનને કહે છે કે હે ચેતનજી! તમે આ છોકરાને શું મારે છે? એ કરે તો તમારા અનેક ભવમાં કરેલાં કર્મરૂપ ગણુને છેદન કરે તે બળવાન છે, વળી તે માળા લે છે અને કાલાં કાલાં વચન બોલે છે. અત્ર છોકરે તે ઉપજતું ઉપશમ સમકિત સમજવું. જરા વખત (અંતર્મુહૂર્ત) ફરસી ચાલ્યું જાય તેને ઉપશમ સમક્તિ કહેવામાં આવે છે. અનાદિ મિથ્યાત્વી જીવ પ્રથમ એ સમક્તિ પ્રાપ્ત કરે છે. આખા ભવચકમાં પાંચ વખતથી વધારે વાર ઉપશમ સમકિત જીવ પામતે નથી. એ સમકિત વીજળીના ઝબકારા જેવું છે, એની સ્થિતિ અંતર્મુહર્તની છે. હે ચેતન! તું ઉપશમ સમકિતરૂપ બાળકને શા માટે મારે છે? એને ઘાત શા માટે કરે છે? સમત્તિની શકિત એવી છે કે એ બાળક હોય તે પણ અનાદિ કાળથી લાગેલા અને તેથી વૃદ્ધ કહેવાતા મિથ્યાત્વરૂપ ત્રણને ઘાત (નાશ) કરી નાખે છે. એ ઉપશમ સમક્તિ હજુ બાકી છે, કારણકે હાલજ ઉત્પન્ન થયેલ છે અને વળી સંપૂર્ણ જ્ઞાનાભાવી હોવાથી ભાળું છે. એવા બાળ ભેળા છોકરાને તું શા માટે મારે છે? શામાટે તેને નાશ કરે છે?
વળી તે અમૃત સમાન વચન લે છે. સુદેવને એ સુદેવ માને છે, અશુને સુગુરૂ માને છે અને શુદ્ધ ધર્મને સુધર્મ માને છે. આવા
૧ જાય કરે કાચા કાઢી નાખ્યા, દન કર્યા. તેણ= વૃદ્ધ, ઘરડા, અથવા દેવું (કર્મપ્રપંચરૂપ દેવું સ ત્વ પુત્ર ટાળે છે).