________________
૧૫૨ આનંદઘનજીના પદે.
પદ ખેાળા પાથરવા એ ગુજરાતી ભાષાનું ખાસ અર્થસૂચક વાક્ય idiom) છે. સંઘને આમંત્રણ કરવા વિગેરે પ્રસંગે સંઘની પ્રાસાદી મેળવવા બાળા પાથરવામાં આવે છે અને ભાષામાં તે ભિક્ષા માગવાના-કૃપા માગવાના અર્થમાં વપરાય છે.
આટલી બધી નમ્રતા બતાવવાનું કારણ પણ શુદ્ધ ચેતના કહી દે છે. હે નાથ! જ્યારે હું તમારું સુખ જોઉં છું ત્યારે મારા મનનું ડામાળપણું ચાલ્યું જાય છે, હું તમારામાં સ્થિર થઈ જાઉં છું અને મારે અને તમારે એક વાર મેળાપ થયા પછી કોઈ કાળે પશુ વિહ થતો નથી. આવી રીતે મારે અને તમારે મેળાપ મારા મનની જે અસ્થિર અવસ્થા છે તે દુર કરી નાખે છે. મનમાંનું દુઃખ હર કરી નાખે છે અને તે સ્થિતિ નિરતરને માટે પ્રાપ્ત થાય છે તેથી હે નાથ મારે મંદિરે જરૂર પધારે.
मित्त विवेक वातें कहें, मुमता मुनि वोला;
आनंदघन प्रभु आवशे, सेजडी रंग रोला. निश० ५ ઉપર પ્રમાણે ચુમતાના બેલ સાંભળીને (ચેતનને સુમતાને) મિત્ર વિવેક વાતમાં કહે છે કે આનંદરાશિ ભગવાન તારી સેજપર પધારશે અને રંગ વરસાવશે.” . ભાવ-શુદ્ધ ચેતનાએ (સુમતાએ) નાથજીને પધારવાના સંબંધમાં ઉપર પ્રમાણે વિલાપ કર્યો, આમંત્રણ કર્યું તે બાજુમાં રહીને મિત્ર વિવેક સાંભળતે હતે. શુદ્ધ ચેતનાને આ પ્રમાણે વિલાપ કરતી સાંભળી વિવેક મિત્રે તેને (સુમતિને) કહ્યું કે હે સુમતા! સાંભળી આનંદરાશિ ભગવાન સ્વયં અખડાનંદસ્વરૂપ ચિદાનંદ ચેતનજી તારા મદિરે હવે જરૂર પધારશે, અને રંગ ઉડાડશે, આનંદ કરશે, મજા કરશે, માટે હવે તારે વિલાપ કર ઉચિત નથી.
ચેતનને જ્યાં સુધી સદસવિવેક થતું નથી ત્યાસુધી તે પરભાવમાં સ્મરણ કર્યા કરે છે. તે સમજાતું નથી કે સ્વ વસ્તુ શું છે અને પર વસ્તુ કઈ છે? તેથી તે પરભાવમાં રમણ કરવામાં આનંદ
૫ મિમિત્ર વાતે તેથી અથવા વાતમાં સુનિસાભળ બાલા વચન સેજડી=બિછાનાપર રંગ=સરગ રેલા વરસાવશે