________________
min
સાળમુ.] સમતાની રવમદિરે પધારવા વિજ્ઞપ્તિ
૧૫૩ માને છે અને તેની અસર એટલે સુધી થાય છે કે પરભાવ તે તેને સ્વભાવ જે થઈ જાય છે. વિષય, કષાય, નિદ્રા, વિકથા, પ્રમાદ વિગેરેના સેવનમાં તેને એટલે આનંદ આવે છે કે તે તેમાં તન્મય થઈ જાય છે, તદ્રુ૫ થઈ જાય છે અને સંસાર વધારતે જાય છે. આ સર્વનું કારણ એ છે કે તેને વસ્તસ્વરૂપનું જ્ઞાન નથી, ભાન નથી, સમજણ નથી. મિત્ર વિવેક જે ખરા ખેટાનું સ્વપરનું વિવેચન કરે છે તે તેનાથી દૂર છે અને તેને લઈને ઉપર જણાવેલ પરિણામ આવે છે. હવે મિત્ર વિવેક સમતાને કહે છે કે હે બાળા! ચેતનજી સાથે મારે સંબંધ થવા માંડ્યો છે તેથી તેના મનની ગુપ્ત વાત હું તને કહી શકું છું. મેં તેને વસ્તુઓનું વિશિષ્ટ જ્ઞાન આપ્યું છે તેથી હવે તેઓ મમતા માયાને સંબંધ મૂકી દઈને શુદ્ધ માર્ગ ગ્રહણ કરવા લાગ્યા છે તેથી છેવટે એ મારે મિત્ર ચેતનજી જે વસ્વરૂપે આનંદઘન ભગવાન જે છે તે તારે મદિર પધારશે, અને તારી સેજપર રંગ જમાવશે, તારી સાથે પ્રેમથી ભેટશે, અને તારામય થઈ જઇ તને શુદ્ધ ચેતના બનાવી દેશે અને તે સર્વને મેળાપ અનંત કાળ સુધી રહેશે. મમતા માયાને મૂકી દઈ એક વખત શુદ્ધાવબોધ તેને થશે તે પછી તારે તેની ચિંતા નહિ રહે માટે તારે શેક કરવાની જરૂર નથી, નાથજીને તેના મંદિરમાં લાવવામાં મારા તરફથી હું બનતી મદદ કરીશ. - સમતા અને શુદ્ધ ચેતના વચ્ચે કઈ વખત ગાળ થઈ ગયે લાગે તે તેમ સમજવાનું નથી. વિશિષ્ટ અવસ્થામાં ચેતનની સ્ત્રી શુદ્ધ ચેતના રહે છે અને પ્રાથમિક શુદ્ધ થતી જતી અવસ્થામાં સમતા
મતતેની સ્ત્રી હોય છે. આગળ જતાં સમતા પોતે જ શુદ્ધ ચેતનાનું રૂપ લે છે તેથી સર્વ વિરાધ શમી જાય છે. આખા પદને આશય એ જ છે કે ચેતનને માયા મમતામાં મુંઝાતે અટકાવી તેની શુદ્ધ દશા પ્રગટ થાય તે પ્રયાસ કરવાની બહુ જરૂર છે. શુદ્ધ આનંદઘન ચેતનનું તે અંત્ય પર્યવસાન છે અને તે પ્રગટ કરવા માટે જેટલો બને તેટલે પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. એ સંબંધમાં પ્રમાદ કરવાથી પ્રાપ્ત થયેલ ઉત્તમ જોગવાઈનો લાભ મળતું નથી અને સંસારપાત થતા જાય છે.