________________
પરસ.] વિશુદ્ધ દશામાં આવતા ચેતનજીના ઉદગા. ૧૪૧
પદ પંદરમું-(રાગ સારંગ) मेरे घट ग्यान भानु भयो भोर. मेरे०
चेतन चकवा चेतना चकवी,
भागो विरहको सोर. मेरे० १ “મારા હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્યને ઉદય થવાથી પ્રભાત થયે, તેથી શુદ્ધ ચેતન જે ચક છે, ચેતના જે ચકવી છે (તેના) વિર હિને શોરબકર અટકી પડ્યો.
ભાવસુમતિએ અનુભવ દ્વારા ચેતનજીને આગળ હી તે હકીકત કહેવરાવી એટલે ચેતનજીનું સ્વરૂપ પ્રગટ થવા માંડ્યુ, તેઓ મમતા માયાના મંદિરથી સુમતિના મંદિર તરફ આવી તેના સમાગમમાં વિશેષ રહેવા લાગ્યા, પિતાની વાસ્તવિક સ્થિતિને ખ્યાલ કરવા લાગ્યા અને તેને ઓળખવા લાગ્યા. એમ કરતાં કરતાં જ્યારે સત્તામાંથી પણ મેહનીય કર્મને ક્ષય કરી ચેતન શુદ્ધ થાય છે ત્યારે તેની શુદ્ધ ચેતના પ્રગટ થાય છે. શુદ્ધ દિશામાં વર્તતે ચેતન નીચે પ્રમાણે ઉદ્દગાર કાઢે છે તે રટણ કરવા લાગ્યા છે.
મારા હૃદયમાં જ્ઞાનર૫ સૂર્યને ઉદય થવાથી પ્રભાત થયે. આત્માને જ્ઞાનગુણુ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેને સર્વત્ર અજવાળું દેખાય છે, તેને સ્વપરનું ભાન થાય છે અને તેની સર્વ અંધકારજનિત મુશ્કેલીઓ ફૂર થઈ જાય છે.
શુદ્ધ ચેતન પિતે ચકો છે અને શુદ્ધ ચેતના ચકવી છે. આ ચકવા ચકવીને આખી રાતને વિરહ હતે. અને નદીના જુદા જુદા સામસામાં) કાંઠા ઉપર બેસીને કાંકાં અવાજ કરીને શોરબકોર કરતા હતા તે અવાજ હવે બંધ થઈ ગયો. પ્રભાત થવાથી રાત્રિને વિરહકાળ બંધ થ અને શુદ્ધ ચેતન અને શુદ્ધ ચેતના મળ્યાં. ચક અને ચકવી આખી રાત નદીના એ કાંઠાપર બેસી શેરખકર કર્યો કરે છે, પણ અંધારાને લીધે એક બીજાને દેખી શકતાં નથી. પ્રભાત થાય છે ત્યારે તેમને વિરહ મટી જઈ બન્ને એકઠાં થાય છે.
૧ ઘટત્રદાયમાંભાનુ સૂઈ. સ્પ્રભાત. બાગા=અટક્યા સેરવ્યો રણકાર, અવાજ,
-
-
-
-